Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Local Trains: મુંબઈમાં જલ્દી જ દોડશે ઑટોમેટેડ દરવાજાવાળી નૉન-AC લોકલ ટ્રેનો?

Mumbai Local Trains: મુંબઈમાં જલ્દી જ દોડશે ઑટોમેટેડ દરવાજાવાળી નૉન-AC લોકલ ટ્રેનો?

Published : 27 January, 2026 01:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Local Trains: સેન્ટ્રલ રેલવે દ્વારા માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં ઑટોમેટેડ દરવાજાઓ ધરાવતી અને વેસ્ટિબબ્યૂલવાળી બે નૉન-એસી ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ રેક મળી શકે છે. બે EMU રેક સાથે ૧૫ ડબ્બાની EMU ટ્રેનો મુંબઈને મળવાની છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈકર્સ માટે ખુશીના સમાચાર (Mumbai Local Trains) સામે આવ્યા છે. છેલ્લા અમૂક સમયથી મુંબઇની નૉન-એસી લોકલમાં પણ ઑટોમેટેડ દરવાજા લગાડવાની વાતો ચાલી રહી છે. હવે આ વાતે જાણે વેગ પકડ્યો છે. સેન્ટ્રલ રેલવે દ્વારા માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં ઑટોમેટેડ દરવાજાઓ ધરાવતી અને વેસ્ટિબબ્યૂલવાળી બે નૉન-એસી ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ રેક મળી શકે છે. 

એ EMU રેક સાથે ૧૫ ડબ્બાની EMU ટ્રેનો મળશે મુંબઈને



આ વર્ષે કેટલીક નવી લોકલ ટ્રેનોની શરૂઆત થવાની છે. આ સાથે મુંબઈના સબર્બન રેલ નેટવર્ક મોટા સુધારા થવા જઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈસ્થિત ઇન્ટિગ્રલ કૉચ ફૅક્ટરી (ICF)એ નાણાકીય વર્ષ ૨૫-૨૬માં સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે (Mumbai Local Trains) માટે ઑટોમેટિક ડોર્સથી સજ્જ બે EMU રેક સાથે ૧૫ ડબ્બાની EMU ટ્રેનો આપવાની તૈયારી બતાવી છે.


મુમ્બ્રા લોકલ ટ્રેન એક્સિડન્ટ પછી રેલતંત્ર આવ્યું ભાનમાં

અહેવાલો અનુસાર સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ICF દ્વારા માર્ચના અંત સુધીમાં પ્રોટોટાઈપ આપી દેવામાં આવશે. ત્યારબાદ સેન્ટ્રલ રેલવે ફાઇનલ નિર્ણય માટે તે પ્રોટોટાઈપ પર ટ્રાયલ શરૂ કરશે.  આ રેક ૯મી જૂનના રોજ મુમ્બ્રા લોકલ ટ્રેન એક્સિડન્ટ પછી બનાવવામાં આવેલ. આ એક્સિડન્ટમાં ચાર પેસેન્જર્સના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ સમગ્ર બનાવ (Mumbai Local Trains)ની તપાસ કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ટ્રેનમાં ભારે ભીડ હોવાથી પેસેન્જર્સ લોકલના દરવાજા પર લટકતા હતાં. આ ઘટનાએ પિક અવર્સમાં ખુલ્લા દરવાજા સાથે ચાલનારી નૉન-એસી સબર્બન ટ્રેનો સાથે જોડાયેલી સેફ્ટી રિસ્ક પર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા હતા અને આ મુદ્દે રેલતંત્રને વિચારતું કરી મૂકેલ. 


જનરલ મેનેજર યુ. સુબ્બા રાવે જણાવ્યું હતું કે, "ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઇસીએફએ સીઆર એન્ડ ડબલ્યુઆર માટે ૧૫ કાર ઇએમયુ ટ્રેનોના ત્રણ રેક અને સ્વચાલિત દરવાજા સાથે બે ઇએમયુ રેક બનાવવાની યોજના બનાવી છે" સેન્ટ્રલ રેલવે અને પશ્ચિમ રેલવે માટે ૧૫-ડબ્બાવાળી ઇએમયુ ટ્રેનો કેટલાક સૌથી વ્યસ્ત ઉપનગરીય કોરિડોર પરની ભીડ ઓછી કરશે તેવી આશા રખાઇ રહી છે. બંને ઝોનલ રેલવે આ વધુ ડબ્બાવાળી ટ્રેનોને સમાવવા માટે પ્લેટફોર્મના વિસ્તરણ પર કામ કરી રહી છે. ICF ઑટોમેટિક ડોર ક્લોઝર સિસ્ટમથી સજ્જ બે નૉન-એસી લોકલ ટ્રેનસેટનું પણ ઉત્પાદન થવાનું છે એ વાત મુંબઈકર્સ માટે ખુશીની છે. આ ઇએમયુ રેકમાં એર સર્ક્યુલેશન માટે ઑટોમેટેડ દરવાજા, વેસ્ટિબ્યૂલ્સ, રૂફ માઉન્ટેડ વેન્ટિલેશન યુનિટ અને લૂવર્સ સાથે દરવાજા હશે. તમને જણાવી દઈએ કે હાલમાં મુંબઈમાં સબર્બન રેલ નેટવર્ક પર ઑટોમેટિક ડોર ક્લોઝર સિસ્ટમ સાથે એસી ઇએમયુ કાર્યરત છે. આ ઉપરાંત રેલવે મંત્રાલયે (Mumbai Local Trains) મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કમાં તૈનાત કરવા માટે દરેક ૧૨ કોચના ૨૩૮ રેકને મંજૂરી પણ આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK