Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > અમેરિકામાં પ્રવેશવું મોંઘું છે

અમેરિકામાં પ્રવેશવું મોંઘું છે

Published : 13 August, 2025 02:18 PM | IST | Mumbai
Sudhir Shah | feedbackgmd@mid-day.com

તમે ટ્રીટી ટ્રેડર તરીકે, ઇન્વેસ્ટર તરીકે અમેરિકામાં જતા હો તો તમારે E વીઝા મેળવવાના રહે છે અને ૩૧૫ ડૉલર એટલે ૨૭,૪૦૫ રૂપિયા આપવાના રહે છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


તમારે જો અમેરિકામાં ટૂંક સમય માટે પણ કાયદેસર પ્રવેશવું હોય તો એ વીઝા મેળવતી વખતે વીઝા પ્રોસેસિંગ ફી આપવાની રહે છે. જેમ-જેમ ડૉલરનો ભાવ વધતો જાય છે તેમ-તેમ આ વીઝા પ્રોસેસિંગ ફી ભારતીયો માટે ખૂબ મોંઘી થતી જાય છે.


જો તમારે B-1/B-2 વીઝા મેળવવાના હોય એટલે કે બિઝનેસ યા ટૂરિસ્ટ તરીકે અમેરિકામાં જવું હોય અથવા તો તમે ટ્રાન્ઝિટમાં હો અને C-1 વીઝા મેળવવા હોય કે પછી ઍરલાઇન્સ અને વહાણોના કામદાર હો તો D વીઝા મેળવવાના હોય કે પછી વિદ્યાર્થી તરીકે અમેરિકામાં ભણવા જવું હોય અને F વીઝા મેળવવા હોય, જર્નલિસ્ટ કે મીડિયાના રેપ્રિઝેન્ટેટિવ હો અને I વીઝા મેળવવાના હોય, એક્સચેન્જ વિઝિટર તરીકે J-1 વીઝા અને વોકેશનલ સ્ટુડન્ટ તરીકે M વીઝા મેળવવાના હોય, હ્યુમન ટ્રાફિકિંગના તમે ભોગ બન્યા હો અને T વીઝા મેળવવાના હોય અને નાફ્ટાના પ્રોફેશનલ તરીકે TN યા TD વીઝા મેળવવાના હોય એટલે કે B-1, C, D, F, I, J, M, T, TN, TD આમાંના કોઈ પણ પ્રકારના વીઝા મેળવવાના હોય તો વીઝા પ્રોસેસિંગ ફી આજે ૧૮૫ ડૉલર એટલે લગભગ ૧૬,૦૯૫ રૂપિયા છે.



જો તમારે CW પ્રકારના વીઝા મેળવવાના હોય, H, H-1B, ઇન્ટ્રાકંપની ટ્રાન્સફરી L-1, પર્સન વિથ એક્સ્ટ્રા-ઑર્ડિનરી એબિલિટીના O, ઍથ્લીટ્સ અને આર્ટિસ્ટ્સ અને એન્ટરટેઇનર્સના P, ઇન્ટરનૅશનલ કલ્ચરલ એક્સચેન્જના Q અને રિલિજિયસ વર્કરો માટેના R આમ CW, H, L, O, P, Q અને R આ પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા મેળવવાના હોય તો તમારે આજે ૨૦૫ ડૉલર વીઝા પ્રોસેસિંગ ફીના એટલે કે લગભગ ૧૭,૮૩૫ રૂપિયા આપવાના રહે છ અને આ ફી તમને વીઝા ન મળે તો પાછી નથી મળતી.


તમે ટ્રીટી ટ્રેડર તરીકે, ઇન્વેસ્ટર તરીકે અમેરિકામાં જતા હો તો તમારે E વીઝા મેળવવાના રહે છે અને ૩૧૫ ડૉલર એટલે ૨૭,૪૦૫ રૂપિયા આપવાના રહે છે. જો તમે અમેરિકન સિટિઝનને પરણવા ઇચ્છતા હો, K-1 વીઝા પર જવા ઇચ્છતા હો, અમેરિકામાં લગ્ન કરવા, ફિયાન્સે વીઝા મેળવવા હોય કે સ્પાઉસ વીઝા મેળવવા હોય તો ૨૬૫ ડૉલર વીઝા પ્રોસેસિંગ ફી આપવી પડે છે. એટલે કે લગભગ ૨૩,૦૫૫ રૂપિયા.

આ બધી અધધધ ફી છે. ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન ઍફિડેવિટ સપોર્ટ ફાઇલ કરવાની હોય છે એની ફી ૧૨૦ ડૉલરની છે અને ઇમિગ્રન્ટ વીઝા ઍપ્લિકેશન પ્રોસેસિંગ ફી દરેક વ્યક્તિદીઠ ૩૨૫ ડૉલરની છે.


તો બોલો, અમેરિકા કેટલું મોંઘું છે? ફક્ત વીઝા મેળવવા માટે પણ આટલી બધી મોંઘી વીઝાની ફી આપવી પડે છે. આથી જ તમે જ્યારે વીઝા મેળવવા જાઓ ત્યારે પૂરતી તૈયારી કરીને જજો જેથી તમારા વીઝા નકારાય નહીં. તમારી વીઝા ફી નકામી ન જાય અને તમારે બીજી વાર વીઝા ફી આપવી ન પડે.  

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2025 02:18 PM IST | Mumbai | Sudhir Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK