ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગયા અઠવાડિયે શરૂ થયેલો આ ફેસ્ટિવલ ૨૮ ઑગસ્ટ સુધી ચાલવાનો છે
રાત્રે લાઇટિંગમાં ઝળહળતું સાપુતારા, સાપુતારામાં મૉન્સૂન-ફેસ્ટિવલમાં યોજાતા રંગારંગ કાર્યક્રમો
ચોમાસામાં આળસ મરડીને નવયૌવનાનું સ્વરૂપ ધારણ કરતા સાપુતારા હિલ-સ્ટેશન પાસે મૉન્સૂન-મસ્તીનાં તમામ એલિમેન્ટ્સ છે. ઝરણાં, ધોધ, ખળખળ વહેતી નદીઓ સાથે સાંસ્કૃતિક ડાંગી નૃત્ય અને આદિવાસી વાનગીઓનો લુત્ફ. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગયા અઠવાડિયે શરૂ થયેલો આ ફેસ્ટિવલ ૨૮ ઑગસ્ટ સુધી ચાલવાનો છે