Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં રિક્ષા લઈને ફરવા નીકળ્યા નૉર્વેના એક મેયર

ગુજરાતમાં રિક્ષા લઈને ફરવા નીકળ્યા નૉર્વેના એક મેયર

Published : 09 October, 2026 01:52 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિદેશીઓ ભારતમાં ભ્રમણ કરવા માટે રૂટીન કરતાં હટકે કહેવાય એવા વિકલ્પો અપનાવતા હોય છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વિદેશીઓ ભારતમાં ભ્રમણ કરવા માટે રૂટીન કરતાં હટકે કહેવાય એવા વિકલ્પો અપનાવતા હોય છે. જોકે આમાં એક ચોંકાવનારો દાવો સોશ્યલ મીડિયા પર થઈ રહ્યો હતો જેમાં બે ફૉરેનર રિક્ષા ચલાવતા જોવા મળે છે અને એમાંથી એક નૉર્વેના પોર્સેન્જર શહેરના મેયર ઈંગ હેસ્જેવિક છે. રિક્ષાને પણ પીળા ચમકદાર રંગથી રંગવામાં આવી છે અને એની પાછળ લખ્યું છે ઃ શિકાગોમાં સ્કૂટર ચલાવનારાઓ બદતમીઝ હોય છે. ખરેખર કોઈ શહેરના મેયર રિક્ષા લઈને જઈ રહ્યા છે કે કેમ એ વાતની પુષ્ટિ કરવા માટે અનેક સ્થાનિક પત્રકારો દોડી ગયા તો ખબર પડી કે આ વાતમાં દમ છે. જોકે નૉર્વેના શહેરના મેયરની સાથે કુલ ૬૧ લોકોનું ગ્ર‍ુપ ગુજરાતમાં ફરવા નીકળ્યું છે. તેમણે કુલ ૩૭ રિક્ષાઓ ભાડે કરી છે અને પ્રવાસીઓ ખુદ જ એ ચલાવીને ભારતના વિવિધ વિસ્તારો એક્સપ્લોર કરી રહ્યા છે. આ સહેલાણીઓ ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત જેસલમેર અને રાજસ્થાનનાં જાણીતાં સ્થળોએ પણ રિક્ષા લઈને ફરી આવ્યા છે. નૉર્વેના આ મેયરનું કહેવું છે કે ભારતને જોવા, જાણવા અને સમજવા માટે રિક્ષા જેવો સરસ વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે. 


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 01:52 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK