Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આધ્યાત્મિકતાની અલખ જગાવતી પવિત્ર ભૂમિ દ્વારકામાં બની રહ્યું છે શ્રીકૃષ્ણ સંગ્રહાલય

આધ્યાત્મિકતાની અલખ જગાવતી પવિત્ર ભૂમિ દ્વારકામાં બની રહ્યું છે શ્રીકૃષ્ણ સંગ્રહાલય

Published : 27 October, 2026 09:56 AM | IST | Dwarka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા આ સંગ્રહાલયના માધ્યમથી આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનું બનવા જઈ રહ્યું છે કેન્દ્ર

શ્રીકૃષ્ણ સંગ્રહાલયનું મૉડલ અને દ્વારકામાં બની રહેલું શ્રીકૃષ્ણ સંગ્રહાલય અને એમાં વિવિધ પ્રસંગોનું થઈ રહેલું નિર્માણકાર્ય.

શ્રીકૃષ્ણ સંગ્રહાલયનું મૉડલ અને દ્વારકામાં બની રહેલું શ્રીકૃષ્ણ સંગ્રહાલય અને એમાં વિવિધ પ્રસંગોનું થઈ રહેલું નિર્માણકાર્ય.


ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા આ સંગ્રહાલયના માધ્યમથી આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનું બનવા જઈ રહ્યું છે કેન્દ્ર : દ્વારકાથી ૧.૬ કિલોમીટર દૂર ૯૨.૭૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે સંગ્રહાલય : શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના તત્ત્વજ્ઞાનના આયામો રજૂ કરવામાં આવશે

સૌરાષ્ટ્રમાં આવેલી પવિત્ર ભૂમિ દ્વારકાના સીમાડે શ્રીકૃષ્ણ સંગ્રહાલયનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રદ્ધાળુઓમાં ૪ ધામનું વિશેષ માહાત્મ્ય છે એ ૪ ધામ પૈકીનું એક એવું દ્વારકા આ સંગ્રહાલયના માધ્યમથી આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનદર્શન, દિવ્ય લીલાઓ, માનવમૂલ્યો અને શ્રીમદ્ ભગવદ્ગીતાના શાશ્વત સંદેશને આધુનિક ટેક્નૉલૉજીના માધ્યમથી શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ થશે.    



દ્વારકામાં દ્વારકાધીશ મંદિરથી આશરે ૧.૬ કિલોમીટરના અંતરે ૯૨.૭૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહેલું શ્રીકૃષ્ણ સંગ્રહાલય ગુજરાત સરકારનો મહત્ત્વાકાંક્ષી સાંસ્કૃતિક પ્રકલ્પ છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમની દિવ્ય લીલાઓ, તેમના તત્ત્વજ્ઞાન અને ભગવદ્ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે સુવ્યવસ્થિત રીતે રજૂ કરવાનો છે. આ ઉપરાંત લૅન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ ઍન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શો અને ઍમ્ફીથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ તમામ વ્યવસ્થાઓ સંગ્રહાલયને જ્ઞાન, સૌંદર્ય, આધ્યાત્મિકતા અને મનોરંજક શૈક્ષણિક અનુભવનું સંયુક્ત કેન્દ્ર બનાવવામાં સહાયક બનશે.


બની રહી છે ૯ ગૅલરી 

સંગ્રહાલયમાં શ્રીકૃષ્ણના જીવનને અનુરૂપ વિવિધ ૯ થીમ-આધારિત ગૅલરીઓનું નિર્માણ થઈ રહ્યું છે. ૯ થીમ-આધારિત ગૅલરીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી શરૂ થતી યાત્રામાં તેમની બાળલીલાઓ, ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલા જેવા પ્રસંગોને વિશેષ સ્થાન મળશે. આ ઉપરાંત મથુરાગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં શ્રીકૃષ્ણની નિર્ણાયક ભૂમિકા પણ રજૂ થશે. 


આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ 

ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરઍક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મૅપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઑસ્ક અને મોશન સેન્સર આધારિત અનુભવો દ્વારા મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સાથે વધુ નજીકથી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. થીમેટિક લાઇટિંગ, સાઉન્ડસ્કેપ, ડિજિટલ સ્ટોરીટેલિંગ અને મલ્ટિ-મીડિયા પ્રોજેક્શનના સંકલનથી સંગ્રહાલયની મુલાકાત એક વિશેષ અનુભૂતિ બની શકશે.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 09:56 AM IST | Dwarka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK