મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ વિભાગ આજથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરે એ પહેલાં ગઈ કાલે જ ગેરકાયદે રહેતા લોકોએ ઉચાળા ભરવાના શરૂ કરી દીધા હતા.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદના ચંડોળા તળાવમાં ઊભાં થઈ ગયેલાં ગેરકાયદે દબાણો હટાવવા માટે આજથી ફરી એક વાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે અને તળાવમાંથી તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરી આખા તળાવને સાફ કરી દેવાશે. ૩૦૦૦થી વધુ પોલીસ-અધિકારીઓ સહિતના સ્ટાફના બંદોબસ્તની સાથે ડ્રોનથી પણ ડિમોલિશનની કામગીરીનું સર્વેલન્સ કરવામાં આવશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ વિભાગ આજથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરે એ પહેલાં ગઈ કાલે જ ગેરકાયદે રહેતા લોકોએ ઉચાળા ભરવાના શરૂ કરી દીધા હતા.

