° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


અમિત શાહે કલોલના ગામમાં તળાવનું ખાતમુહૂર્ત કર્યું

29 August, 2022 08:30 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું નવીનીકરણ

અમિત શાહ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના કોઈ પણ ગામનાં તળાવો એકબીજા સાથે લિંક છે. પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે કોઈ પણ ગામના તળાવનું પાણી ઊભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય, પરંતુ આઝાદી પછી કોઈએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા આવરા કે માર્ગની સફાઈની ચિંતા કરી નહોતી, જેને કારણે તળાવો સુકાવા લાગ્યાં, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યા. ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા કનૅલની સુચારુ વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે-ધીમે પાણીનાં તળ ઊંચાં આવી રહ્યાં છે.’

29 August, 2022 08:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

મિશન મતદાર

બીજેપીને કૉન્ફિડન્સ છે કે એનો ડેડિકેટેડ વોટર બીજા કોઈને મત નથી આપવાનો, પણ...

05 December, 2022 09:01 IST | Ahmedabad | Rashmin Shah
ગુજરાત સમાચાર

વોટ આપી તરત જ હેલિકૉપ્ટરમાં જામનગર જવા રવાના

વાઇફ જલદી પોતાના મતવિસ્તારમાં પહોંચે એવા હેતુથી નવા લુકમાં આવેલા હસબન્ડે આગોતરી જ હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી

02 December, 2022 10:02 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

...ત્યારે રાગિણી પટેલે કોને મતદાન માટે બોલાવ્યાં?

જવાબ છે ટ્રાન્સજેન્ડર્સને. રાજકોટ ઇલેક્શન ડિપાર્ટમેન્ટે ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવીને સૌને સમાન મતાધિકારનો સંદેશ ફેલાવ્યો

02 December, 2022 09:06 IST | Rajkot | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK