Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસનાં મહિલા પ્રવક્તાએ યોગી આદિત્યનાથ સામે અમદાવાદમાં FIR દાખલ કરવા કરી અરજી

કૉન્ગ્રેસનાં મહિલા પ્રવક્તાએ યોગી આદિત્યનાથ સામે અમદાવાદમાં FIR દાખલ કરવા કરી અરજી

Published : 07 November, 2024 10:07 AM | Modified : 11 November, 2024 06:46 AM | IST | Gorakhpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોરખપુરની જાહેર સભાના ભાષણમાં દલિત સમાજ માટે અપમાનજનક શબ્દનું પ્રયોજન કરવાનો આક્ષેપ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ


ગોરખપુરની જાહેર સભાના ભાષણમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દલિત સમાજ માટે અપમાનજનક શબ્દનું પ્રયોજન કર્યું હોવાથી લાગણી ઘવાતાં યોગી આદિત્યનાથ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા ગુજરાત કૉન્ગ્રેસનાં મહિલા પ્રવક્તા રત્ના વોરાએ અમદાવાદના ગોમતીપુર પોલીસ-સ્ટેશનમાં અરજી કરી છે. 

 


ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિનાં પ્રવક્તા રત્ના વોરાએ દાવો કરતાં કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૨૦૨૪ની ૩૧ ઑક્ટોબરે ગોરખપુરની એક જાહેર સભામાં સંબોધન કરતાં ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ૧૯૮૨માં કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ માટેના ચોક્કસ શબ્દનો ઉપયોગ ન કરવા માટે એક ઍડ્વાઇઝરી જારી કરીને તમામ રાજ્યોને તાકીદ કરેલી છે. આ મુદ્દે અમદાવાદના ગોમતીપુર પોલીસ-સ્ટેશનમાં FIR નોંધાવવા માટે અરજી કરી છે જેમાં પોલીસે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યું છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2024 06:46 AM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK