Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચારુસેટના ફેકલ્ટી ઑફ મેડીકલ સાયન્સીસના ડીનને કેમ મળી રૂપિયા 62 લાખની ગ્રાન્ટ?

ચારુસેટના ફેકલ્ટી ઑફ મેડીકલ સાયન્સીસના ડીનને કેમ મળી રૂપિયા 62 લાખની ગ્રાન્ટ?

Published : 10 April, 2025 06:06 PM | Modified : 11 April, 2025 06:57 AM | IST | Anand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Dean of Faculty of Medical Sciences awarded Government Grant for Research: ફેકલ્ટી ઑફ મેડિકલ સાયન્સીસના ડીન અને બી.ડી.આઈ.પી.એસ.ના પ્રિન્સીપાલ ડૉ. ધારા એન. પટેલના રિસર્ચ પ્રૉજેક્ટ `કિલ સ્વીચિસ` માટે ગુજરાત સરકારે રૂ. 62,07,262ની ગ્રાન્ટ મંજૂર કરી છે.

ડૉ. ધારા એન. પટેલ

ડૉ. ધારા એન. પટેલ


ચરોત્તર યુનિવર્સિટી (CHARUSAT)ના ફેકલ્ટી ઑફ મેડિકલ સાયન્સીસ (Faculty of Medical Sciences)ના ડીન અને બી.ડી.આઈ.પી.એસ.ના પ્રિન્સીપાલ ડૉ. ધારા એન. પટેલના રિસર્ચ પ્રૉજેક્ટ (Research Project) `કિલ સ્વીચિસ` (‘Kill Switches’) માટે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) અને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગ (DST), ગુજરાત સરકાર તરફથી કુલ રૂ. 62,07,262ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.


આ રિસર્ચનો મુખ્ય ઉદ્દેશ છે એવા જીવલેણ બૅક્ટેરિયાને ઓળખી તેને એન્ટીબાયોટિક વિના જ કાબૂમાં લાવવાનો વિકલ્પ શોધવો. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation) એ જણાવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં લગભગ બધી જ દવાઓ બિનઅસરકારક બનવાની શક્યતા છે. આવા સંજોગોમાં જીવલેણ બૅક્ટેરિયાને કાબૂમાં લાવવા માટે નવી શોધોનો વિકાસ કરવો અત્યંત જરૂરી છે. ડૉ. ધારા પટેલના જણાવ્યા મુજબ આ પ્રૉજેક્ટનો હેતુ બૅક્ટેરિયાના `કિલ સ્વીચ`ને ઓળખવાનો અને એવું ટ્રીગર બટન શોધવાનું છે જે એ બૅક્ટેરિયાને આપઘાત કરવા માટે મજબૂર કરશે. જેમ સ્વીચ દબાવવાથી લાઈટ ચાલુ થાય છે, તે જ રીતે બૅક્ટેરિયાનો ખાતમો કરવા માટે જે મેકેનિઝ્મની જરૂર હોય તે શોધવાનું છે, આમ સ્વીચ ચાલુ કે બંધ કરીને જેમ ઇલેક્ટ્રિસિટી સપ્લાયને નિયંત્રિત કરી શકાય છે તે જ રીતે આગામી સમયમાં બૅક્ટેરિયાનો ખાતમો કરવો શક્ય બને. આવી સિસ્ટમનો વિકાસ કરવાથી ગંભીર બેક્ટેરિયલ ચેપ વિના દવાઓના ઉપયોગથી નિયંત્રિત કરી શકાશે.



આ પ્રૉજેક્ટના કૉ-ઇન્વેસ્ટિગેટર તરીકે નડિયાદની કિડની હૉસ્પિટલના નેફ્રોલૉજી વિભાગના ચૅરમેન ડૉ. શિશિર ગંગ છે. બંને ડૉ. ધારા પટેલ અને ડૉ. શિશિર ગંગ ત્રણ વર્ષ સુધી આ સંશોધનમાં સહભાગી રહેશે. ખાસ કરીને ડાયાલિસીસ કરતી વખતે વપરાતા કેથેટર (Catheter) ઉપર અભ્યાસ કરવામાં આવશે. આવા કેથેટરમાં ઘણીવાર રેસિસ્ટન્ટ બૅક્ટેરિયા ભરાઈ જાય છે, જેની અસરથી કેથેટર કામ કરવાનું બંધ કરી દે છે. પરિણામે દર્દીઓને આ કેથેટર રિપ્લેસ કરવું પડે છે, જે તેમના માટે આર્થિક અને માનસિક બોજ બને છે. ગુજરાત સરકાર દ્વારા ડૉ. ધારા પટેલના "ઇન્ટિગ્રેટિવ ઓમિક્સ અપ્રોચેસ ટુ ડિસિફર `કિલ સ્વીચીસ` ઇન પૅન ડ્રગ રેઝિસ્ટન્ટ પેથોજેન્સ આઇસોલેટેડ ફ્રૉમ ટનેલ્ડ કફ્ડ કેથેટર ટિપ્સ" (Integrative Omics Approaches to Decipher  KILL SWITCHES in Pan Drug Resistant Pathogens isolated from Tunneled Cuffed Catheter Tips)  નામના રિસર્ચ પ્રૉજેક્ટ માટે 2024-2025 અંતર્ગત ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.


આવી પરિસ્થિતિમાં આ સંશોધન દર્દીઓ માટે આશાજનક સાબિત થઈ શકે છે. કારણકે જો આવી બૅક્ટેરિયાને વિના દવા કાબૂમાં લેવાની પદ્ધતિ વિકસે, તો એ કેથેટરનું આયુષ્ય વધારી શકે છે જે દર્દીઓને લાભદાયી થશે. આ સાથે દર્દીઓને સતત એન્ટીબાયોટિકસ આપવાની જરૂર પણ ટળી શકે છે, જે તેમના શરીર માટે પણ અનુકૂળ રહેશે આ પ્રૉજેક્ટ હેઠળ જે ડેટા પ્રાપ્ત થશે તે `Kill Switches` શોધવા માટે ઉપયોગી બનશે અને ભવિષ્યમાં રોગપ્રતિકારક બૅક્ટેરિયા સામે નવી દિશા માટે માર્ગદર્શક સાબિત થશે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2025 06:57 AM IST | Anand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK