આરોપી પાસેથી ભારતીય ચલણ, ૧૦૦૦ નાઇજીરિયન ચલણી નોટ, ૧૦૦ અમેરિકન ચલણી નોટ પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
આરોપી પાસેથી જપ્ત કરેલું કોકેન.
ભાઈંદર-ઈસ્ટના મોતીલાલ નગરના એક ફ્લૅટમાં મંગળવારે સાંજે થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમે છાપો મારીને આશરે ૧૧ કિલો કોકેન પકડી પાડ્યું હતું. એ સમયે ઘટના પર હાજર મહિલા પાસેથી વધુ માહિતી મેળવી વસઈના એક ફ્લૅટમાં છાપો મારવામાં આવ્યો હતો જ્યાંથી પોલીસે વધુ ચાર કિલો કોકેન પકડી પાડ્યું હતું. આમ પોલીસે બન્ને કાર્યવાહીમાં આશરે બાવીસ કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે બે નાઇજીરિયન નાગરિક સહિત એક ભારતીય મહિલાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ભારતીય ચલણ, ૧૦૦૦ નાઇજીરિયન ચલણી નોટ, ૧૦૦ અમેરિકન ચલણી નોટ પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

