મલાડમાં જન્મેલા અને ઊછરેલા ૭૦ વર્ષના ડૉ. યોગેશ ચંદારાણાના પૅશનને તેમની ફૅમિલીએ સપોર્ટ કર્યો અને સંભવતઃ ભારતનું પહેલું એવું અનોખું મ્યુઝિયમ બન્યું જેમાં છે દાંતને લગતી અઢળક વરાઇટીઓ અને કલ્પનાતીત કલેક્શન
ડૉ. યોગેશ ચંદારાણા
દાંતનું મ્યુઝિયમ.
અચરજ લાગે છેને! જોકે આવું મ્યુઝિયમ બન્યું છે ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં અને લોકો એ જોવા પણ જાય છે. તમને કદાચ એમ પણ થતું હશે કે આ મ્યુઝિયમમાં એવું તે વળી શું હશે? અચરજ પમાડે એવી, દાંતને લગતી અહીં લગભગ ૫૦૦૦થી વધુ ઍન્ટિકથી લઈને આધુનિક વસ્તુઓ છે. એમાં પણ કેટલીક વસ્તુઓ વિશે જાણીને ‘હેં’ બોલાઈ જવાય એવી ઍન્ટિક વસ્તુઓનો ખજાનો પણ છે જેનો એક સમયે દાંતની સારવારમાં ઉપયોગ થયો હતો.
આઇડિયા કેવી રીતે આવ્યો?