Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જૂનાગઢમાં ગીર ગાયના ઘીના નામે વેચાતું ડુપ્લિકેટ ઘી પકડાયું

જૂનાગઢમાં ગીર ગાયના ઘીના નામે વેચાતું ડુપ્લિકેટ ઘી પકડાયું

Published : 27 October, 2026 10:45 AM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોયાબીન તેલ અને કેમિકલનો ઉપયોગ કરીને બનાવતા હતા ઘી અને અલગ-અલગ બ્રૅન્ડના નામે વેચતા હતા

 દેશી ઘીના નામથી નકલી ઘી વેચવાનો કાળો ધંધો પકડાયો છે.

દેશી ઘીના નામથી નકલી ઘી વેચવાનો કાળો ધંધો પકડાયો છે.


દીપાવલી પર્વ નજીક આવી પહોંચ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢમાંથી ગીર ગાયના દૂધમાંથી બનતા દેશી ઘીના નામથી નકલી ઘી વેચવાનો કાળો ધંધો પકડાયો છે. સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG) પોલીસે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી દુકાનમાં કાર્યવાહી કરતાં ડુપ્લિકેટ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. આ ઘી સોયાબીન તેલ અને કેમિકલનો ઉપયોગ કરીને બનાવીને એને અલગ-અલગ બ્રૅન્ડના નામથી બજારમાં વેચવામાં આવી રહ્યું હતું. ફૂડ વિભાગે ઘીનાં સૅમ્પલ લઈને, તપાસ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરી છે. 
જૂનાગઢમાં SOG પોલીસે કરેલી કાર્યવાહી દરમ્યાન કન્ટેનરમાંથી ઘીના ડબ્બા મળ્યા હતા. એમાં વ્રજ મટુકી અને કેશવ સહિત આઠથી વધુ બ્રૅન્ડના નામવાળા ડબ્બા હતા. પોલીસના જણાવ્યા મુજબ કમલેશ સોઢા નામનો વેપારી છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ગીર ગાયના દૂધમાંથી બનતા શુદ્ધ દેશી ઘીના નામ પર નકલી ઘી વેચવાનો ધંધો કરતો હતો. SOGએ કમલેશ સોઢાને પકડીને ૧.૧૦ લાખ રૂપિયાથી વધુ કિંમતના ઘીનો જથ્થો ઝડપી લીધો હતો. તેલ અને કેમિકલથી બનાવવામાં આવતા આ નકલી ઘીના ડબ્બાઓ પર જુદી-જુદી બ્રૅન્ડનાં નકલી લેબલ લગાવી દેતા હતા અને બજારમાં ૬૦૦ રૂપિયે કિલો નકલી ઘી વેચતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 10:45 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK