આ આગમાં અગણિત ટન વેસ્ટ કાપડ બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા સાતથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ દાઝ્યું નથી કે કોઈનું મોત થયું નથી.
સુરતમાં કાપડના ગોડાઉનમાં આગ
સુરતમાં સચીન વિસ્તારના ઉન પાટિયા પાસે આવેલા કાપડની ચિંદીના ઓપન ગોડાઉનમાં ગઈ કાલે આગ લાગી હતી. આ આગમાં અગણિત ટન વેસ્ટ કાપડ બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા સાતથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ દાઝ્યું નથી કે કોઈનું મોત થયું નથી. વિશાળ જગ્યામાં કપડાનો જથ્થો પડ્યો હોવાથી રાતે આઠ વાગ્યા સુધી આગ પુરેપુરી acciરીતે કંટ્રોલમાં આવી નોહતી.
