મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાણીની તંગી પણ વધી રહી છે. ભવિષ્યમાં પાણીની સમસ્યા દૂર થઈ શકે એ માટે મહારાષ્ટ્રના પ્રધાનમંડળે ૩૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો ડૅમ બનાવવાને મંજૂરી આપી છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે. આથી આગામી સમયમાં પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ઓંગદે ગામ પાસે ગારગાઈ ડૅમ બનાવવામાં આવશે. આ ડૅમ તૈયાર થઈ ગયા બાદ મુંબઈને અત્યારે પાણીપુરવઠો કરવામાં આવે છે એમાં ૧૧ ટકાનો વધારો થશે. ગારગાઈ ડૅમ મુંબઈમાં પાણી પૂરું પાડતો પાલઘર અને થાણે જિલ્લામાં છઠ્ઠો તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ચોથો ડૅમ હશે.

