સુરતમાં ગઈ કાલે સવારે ટાઇમ ગૅલૅક્સી બિલ્ડિંગના દસમા માળેથી એક માણસ નીચે પડી ગયો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સુરતમાં ગઈ કાલે સવારે ટાઇમ ગૅલૅક્સી બિલ્ડિંગના દસમા માળેથી એક માણસ નીચે પડી ગયો હતો, પણ તે આઠમા માળની બારીની ગ્રિલમાં ફસાઈને ઊલટો લટકી ગયો હતો. વાત એમ હતી કે ૫૭ વર્ષના નીતિન અડિયા દસમા માળે રહે છે અને ગઈ કાલે રાતે બારી પાસે સૂતા હતા. સવારે ૮ વાગ્યે તેમને અચાનક ચક્કર આવતાં તેઓ પડી ગયા. જોકે તેમનો પગ આઠમા માળની ગ્રિલમાં ફસાઈ ગયો. જ્યારે તેમણે બૂમાબૂમ કરી મૂકી ત્યારે બિલ્ડિંગના લોકો બહાર આવ્યા અને આઠમા માળે ઊંધા લટકતા કાકાને જોઈને ડરી ગયા. તરત જ પોલીસ અને ફાયર-બ્રિગેડને ફોન કરીને બોલાવવામાં આવી. રેસ્ક્યુ-ટીમ આવે અને ગ્રિલ તોડીને તેમને કાઢે ત્યાં સુધી કાકા ઊંધા માથે લટકેલા રહ્યા. રેસ્ક્યુ-ટીમે ૧ કલાકની મહેનત બાદ લોખંડની ગ્રિલ કાપીને તેમને ઘરની અંદર ખેંચી લીધા હતા.


