કુલ ૪૦ કેદીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી બાવીસ કેદીઓ ઉત્તીર્ણ થયા છે.
બારમા ધોરણની પરીક્ષામાં સફળ થયેલા અમદાવાદના સ્ટુડન્ટ્સે ખુશી વ્યક્ત કરી હતી. તસવીર: જનક પટેલ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી બારમા ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગુજરાતના બાવીસ કેદીઓ પાસ થયા છે.ગુજરાતમાં આવેલી જુદી-જુદી જેલોમાં રહેલા કેદીઓની પરીક્ષા જેલની અંદર પરીક્ષાકેન્દ્રની વ્યવસ્થા કરીને લેવામાં આવી હતી. કુલ ૪૦ કેદીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી બાવીસ કેદીઓ ઉત્તીર્ણ થયા છે.
વિજયની ગર્લફ્રેન્ડ ત્રિશા પણ TVKમાં જોડાય એવી ચર્ચા
ADVERTISEMENT
તામિલનાડુ વિધાનસભામાં વિજયે બે બેઠકો પરથી ચૂંટણી જીતી છે ત્યારે એક બેઠક ખાલી કરવાની છે. એવામાં તેની ચર્ચાતી ગર્લફ્રેન્ડ ત્રિશા પણ TVKમાં જોડાઈને ખાલી પડેલી બેઠક પરથી ચૂંટણી લડે એવી વાતો ચર્ચાઈ રહી છે. વિજય ચેન્નઈની પેરામ્બુર બેઠક જાળવી રાખશે અને તિરુચિરાપલ્લી પૂર્વની બેઠક ખાલી કરશે એવું મનાય છે. આ બેઠક પર થનારી ઉપચૂંટણીમાં ત્રિશા ઊભી રહે એવી શક્યતા છે.
