Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના આરેઃ નેક્સ્ટ ૨૪ કલાકમાં ભવિષ્ય નક્કી થઈ જશે

અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના આરેઃ નેક્સ્ટ ૨૪ કલાકમાં ભવિષ્ય નક્કી થઈ જશે

Published : 07 May, 2026 12:11 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૦ દિવસના યુદ્ધ પછી ૧ પાનાના MoUથી યુદ્ધ આટોપાઈ જાય એવી સંભાવના : ૧૪ શરતો પર સમાધાનનો ડ્રાફ્ટ તૈયાર, અમેરિકા ઈરાની પ્રૉપર્ટી પાછી આપશે, ઈરાન હોર્મુઝ ખોલશે, માત્ર ન્યુક્લિયર પ્રોગ્રામ રોકવાના સમયગાળા પર પેચ અટક્યો

યુદ્ધવિરામની ઐસી કી તૈસી કરીને ઇઝરાયલે હજી પણ લેબૅનન પર હુમલા ચાલુ જ રાખ્યા છે.

યુદ્ધવિરામની ઐસી કી તૈસી કરીને ઇઝરાયલે હજી પણ લેબૅનન પર હુમલા ચાલુ જ રાખ્યા છે.


અમેરિકા અને ઈરાન સૌથી મહત્ત્વપૂર્ણ ડિપ્લોમૅટિક ડીલની ખૂબ નજીક પહોંચી ગયા છે. અમેરિકન અધિકારીઓના સૂત્રોએ જણાવ્યા મુજબ વાઇટ હાઉસ અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક પેજનો મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) લગભગ તૈયાર છે. પ્રસ્તાવિત ઢાંચાચાં ૧૪ શરતો છે જેનો ઉદ્દેશ તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરીને આગામી ૩૦ દિવસમાં પૂર્ણ સમાધાન પર પહોંચવાનો છે. 

ઈરાન પરમાણુ સંવર્ધન કાર્યક્રમમાં અલ્પકાળ માટે વિરામ લગાવવા તૈયાર છે. એના બદલામાં અમેરિકા ઈરાન પર લગાવેલા પ્રતિબંધો હટાવવા અને અબજો ડૉલરની ઈરાની પ્રૉપર્ટીઓ પણ પાછી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. એ ઉપરાંત બન્ને દેશો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઘટાડીને સમુદ્રી જળમાર્ગને લગતી અડચણો દૂર કરવા માટે પણ સહયોગ કરશે. ન્યુક્લિયર પ્રોગ્રામ રોકવાની અવધિ વિશે હજી પેચ છે. ઈરાને પાંચ વર્ષનો પ્રસ્તાવ આપ્યો છે જ્યારે અમેરિકા ૨૦ વર્ષ સુધી પ્રતિબંધ લાગે એવું ઇચ્છે છે. જોકે એમાં પણ વચલા માર્ગ તરીકે દસથી ૧૨ વર્ષની અવધિ પર સમાધાન થઈ શકે એવું લાગે છે. 



સૂત્રોનું કહેવું છે કે ડોનલ્ડ ટ્રમ્પે તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય ગતિવિધિઓ ઘટાડી એ આ વાટાઘાટોના પ્રયાસ રૂપે જ હતું. અમેરિકા તરફથી વાટાઘાટોનું નેતૃત્વ સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર કરી રહ્યા છે જે ત્રીજા પક્ષના માધ્યમથી ઈરાનના સીધા સંપર્કમાં છે. જો આ MoU ઔપચારિક રીતે મંજૂર થઈ જશે તો સત્તાવાર રીતે યુદ્ધ સમાપ્તિની ઘોષણા થશે.


૧૦ મિનિટમાં ૧૨ ગામ પર બૉમ્બમારો 

યુદ્ધવિરામની ઐસી કી તૈસી કરીને ઇઝરાયલે હજી પણ લેબૅનન પર હુમલા ચાલુ જ રાખ્યા છે. ગઈ કાલે ઇઝરાયલે સાઉથ લેબૅનનમાં હિઝબુલ્લાના અડ્ડા ગણાતાં ૧૨ ગામ પર ૧૦ મિનિટમાં તબાહી મચાવી દે એટલો બૉમ્બમારો કર્યો હતો. એને કારણે આકાશમાં ધૂળનાં વાદળો છવાઈ ગયાં હતાં. આ હુમલામાં ૧૩ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 12:11 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK