Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૦૦૦ પોલીસ અને ૧૦૦૦ હોમગાર્ડ્‍સનો ચુસ્ત બંદોબસ્ત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૦૦૦ પોલીસ અને ૧૦૦૦ હોમગાર્ડ્‍સનો ચુસ્ત બંદોબસ્ત

Published : 08 March, 2026 07:14 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ ઍ​ન્ટિ-ડ્રોન સિસ્ટમ અને ૮ BDDS ટીમ રહેશે તહેનાત : હોટેલનાં ભાડાં પહોંચ્યાં આસમાને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા માટે દુનિયાભરમાંથી ક્રિકેટચાહકો અમદાવાદ ઊમટી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સલામતીને લઈને સઘન બંદોબસ્ત ગોઠવાયો છે અને ઍ​ન્ટિ-ડ્રોન સિસ્ટમ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) તહેનાત રહેશે. બીજી તરફ મોટા પાયે 

ક્રિકેટ-ફૅન્સનો ધસારો હોવાથી હોટેલોના ભાવ આસમાનને આંબી ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને આસપાસમાં ઉચ્ચ પોલીસ-ઓફિસરો સહિત ૩૦૦૦ પોલીસ-કર્મચારીઓ તેમ જ ૧૦૦૦ હોમગાર્ડ્‍સ જવાનો ખડેપગે રહેશે. ૩ ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ, ૮ BDDS ટીમ, ડૉગ-સ્ક્વૉડ સ્ટેડિયમના ખૂણેખૂણે ફરી વળશે. સ્ટેડિયમની ફરતે અને આસપાસ ૨૫૬ CCTV કૅમેરાથી નજર રાખવામાં આવશે. 



ફાઇનલ મૅચમાં ભારતની ટીમ આવી હોવાથી દેશ અને દુનિયામાંથી અમદાવાદમાં મૅચ જોવા ધસારો થયો છે ત્યારે હોટેલોના રેન્ટમાં ત્રણથી ચાર ગણો ઉછાળો આવ્યો છે અને હોટેલોમાં જગ્યા મળવી મુશ્કેલ થઈ ગઈ છે. સામાન્ય રીતે ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયાના ભાડામાં મળતી હોટેલના રૂમના ભાવ ૮૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયાએ પહોંચ્યા છે તો એનાથી મોટી સ્ટાર હોટેલોમાં ભાવ ૧૫,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 07:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK