છેલ્લું ચાતુર્માસ ગાંધીનગરમાં હતું. કામરેજમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી
બા.બ્ર.પૂ. મનીષાબાઈ મ.સ.
લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસનરત્ન પૂ. રામઉત્તમકુમારજી મ.સા.ના પરિવારનાં વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજીનાં સુશિષ્યા બા.બ્ર.પૂ. મનીષાબાઈ મ.સ. સોમવારે રાતે ૩.૩૬ વાગ્યે વાસણા-અમદાવાદ ખાતે વૈયાવચ્ચ ભવનમાં સમાધિભાવે કાળધર્મ પામ્યાં હતાં. ગઈ કાલે સાંજે ૪ વાગ્યે રોકડનાથ સોસાયટીથી તેમની પાલખીયાત્રા નીકળી હતી. ધ્રાંગધ્રાના વતની અને મુંબઈમાં વસતા વાડીભાઈ શાહનાં મોટાં પુત્રી હાલ પૂ. પ્રિયદર્શનાજી મ.સ., નાનાં બહેન પૂ. મનીષાજી મ.સ.એ દીક્ષા અંગીકાર કરી હતી તેમ જ આ પરિવારનાં માસા-માસી, દીકરીઓ, ભત્રીજી વગેરે ૧૮ ભવ્યાત્માઓએ દીક્ષા અંગીકાર કરી છે. પૂ. મહાસતીજીનું છેલ્લું ચાતુર્માસ ગાંધીનગરમાં હતું. કામરેજમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંપ્રદાય પ્રમુખ સુરેશ તુરખિયા વગરેએ ભાવાંજલિ અર્પણ કરી હતી.


