મુંબઈ અને પુણે સહિત ૧૦ શહેરોમાં રામી ગ્રુપ ઑફ હોટેલ્સની અનેક પ્રૉપર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને પુણે સહિત ૧૦ શહેરોમાં રામી ગ્રુપ ઑફ હોટેલ્સની અનેક પ્રૉપર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમ-ટૅક્સ વિભાગ દ્વારા કરચોરીની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા; જેમાં રામી ગ્રુપની કૉર્પોરેટ ઑફિસો, હોટેલો બિઝનેસ-પાર્ટનર્સની પ્રૉપર્ટીનો સમાવેશ થાય છે. દાદર રેલવે-સ્ટેશન નજીક રામી ગેસ્ટલાઇન હોટેલ અને પુણેમાં આપ્ટે રોડ પર રામી ગ્રૅન્ડ હોટેલ સહિત અનેક સ્થળો પર દિવસભર ભારે પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મુંબઈ અને પુણે ઉપરાંત બૅન્ગલોર, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, જયપુર, ઉદયપુર અને ગોવામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


