ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં `સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0`નું ઉદ્ઘાટન કર્યું. સ્પર્ધા 17 થી 20 માર્ચ સુધી ચાલશે જેમાં ગુજરાતની નદીઓના નામ પરથી આઠ ટીમો રાખવામાં આવી છે. મહિલા ધારાસભ્યો (શક્તિ ટીમ) અને વિધાનસભા મહિલા કાર્યકરો (દુર્ગા ટીમ) પણ ભાગ લેશે.