અલબત્ત, એ માટે પેરન્ટ્સ કે ગાર્ડિયનની લેખિત મંજૂરી અનિવાર્ય છે
નરેન્દ્ર મોદી
સર્વાઇકલ કૅન્સર ફેલાવતા હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV)ની વિરુદ્ધ દેશમાં ખાસ વૅક્સિનેશન કૅમ્પેન આવતી કાલથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરથી આ કૅમ્પેનને લીલી ઝંડી આપશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન્સ મુજબ ૧૪ વર્ષની છોકરીઓ અને જે આગામી ૯૦ દિવસમાં ૧૫ વર્ષની થઈ જશે એ તમામ છોકરીઓ HPV વૅક્સિન લેવા માટે લાયક ગણાશે જેમાં કોલ્ડ ચેઇન સુવિધા અને ટ્રેઇન સ્ટાફ હોય એવાં લગભગ ૩૦,૦૦૦ સરકારી ઇમ્યુનાઇઝેશન સેન્ટર્સ દ્વારા આ વૅક્સિન આપવામાં આવશે. શરૂઆતના ૯૦ દિવસની ઇન્ટેન્સિવ ડ્રાઇવ દરમ્યાન આ વૅક્સિનેશન રોજ મળશે. એ પછી રેગ્યુલર ઇમ્યુનાઇઝેશન દિવસોમાં આપવામાં આવશે. રાજસ્થાનમાં લગભગ ૧૦૦૦ વૅક્સિનેશન પૉઇન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બાળકોને લગાવવામાં આવતી રેક્યુલર વૅક્સિન કરતાં ઊલટું HPV શૉટ માટે પેરન્ટ્સની સહમતી જરૂરી છે. એ માટે પેરન્ટ્સ અથવા તો ગાર્ડિયન પાસેથી U-Win ઍપ અથવા તો લેખિતમાં મંજૂરી લેવી અનિવાર્ય છે.
