Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મદદ માટેનો ફોન આવશે ત્યારે પોલીસ હવે વધુ ઝડપથી સ્પૉટ પર પહોંચશે

મદદ માટેનો ફોન આવશે ત્યારે પોલીસ હવે વધુ ઝડપથી સ્પૉટ પર પહોંચશે

Published : 27 February, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર મળીને ૧૨૦૦+ અદ્યતન વાહનો ઉમેરાયાં

નવાં ૧૨૯૦ વાહનોને મુંબઈ પોલીસમાં સામેલ કરીને મુખ્ય પ્રધાન અને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ એમને લીલી ઝંડી દેખાડી હતી. નવી લેટેસ્ટ GPS ટેક્નૉલૉજી સાથેની બાઇક, જીપ અને વૅનને મુંબઈના પોલીસદળમાં સામેલ કરવામાં આવી હતી.

નવાં ૧૨૯૦ વાહનોને મુંબઈ પોલીસમાં સામેલ કરીને મુખ્ય પ્રધાન અને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ એમને લીલી ઝંડી દેખાડી હતી. નવી લેટેસ્ટ GPS ટેક્નૉલૉજી સાથેની બાઇક, જીપ અને વૅનને મુંબઈના પોલીસદળમાં સામેલ કરવામાં આવી હતી.


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે નરીમાન પૉઇન્ટ ખાતે મુંબઈ પોલીસ માટે ૧૨૦૦થી વધુ અદ્યતન વાહનોને લીલી ઝંડી દેખાડી હતી. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે પ્રધાન મંગલ પ્રભાત લોઢા, યોગેશ કદમ અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાન અને સાથે જ રાજ્યના ગૃહપ્રધાનનો પણ હોદ્દો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે નરીમાન પૉઇન્ટ ખાતે ૬૩૩ ફોર-વ્હીલર અને ૬૫૭ મોટરસાઇકલોને લીલી ઝંડી આપી હતી, જે મુંબઈ પોલીસની પબ્લિક રિસ્પૉન્સ ટાઇમ અને ગ્રાઉન્ડ લેવલની તૈયારીને મજબૂત બનાવશે. આ ઉમેરાઓ પોલીસને ઝડપી, વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પ્રતિક્રિયા આપવા સક્ષમ બનાવશે જે આપણા નાગરિકોની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.



શું ખાસ છે આ વાહનોમાં?


આ અદ્યતન વાહનોની વિશેષતાઓ વિશે બોલતાં મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ-કમિશનર એસ. જયકુમારે જણાવ્યું હતું કે ‘આ બધાં વાહનોમાં મોબાઇલ ડેટા ટર્મિનલ, વાહન ટ્રૅકિંગ સિસ્ટમ અને GPS છે. ૪ મોટરસાઇકલ, ૪ સ્કૉર્પિયો નિયો અને એક મોબાઇલ વૅન એમ બધાં જ વાહનો પોલીસ-સ્ટેશનોમાં ઉમેરવામાં આવશે. આમ કટોકટી દરમ્યાન રિસ્પૉન્સ ટાઇમ ઘટાડી શકાશે. હાલમાં મુંબઈ પોલીસનો રિસ્પૉન્સ ટાઇમ ૫.૩૦ મિનિટ છે. જોકે આ ઉમેરાઓ સાથે એ ઓછો થશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK