૨૭ વર્ષના જ્યોત સિંહે જ્યૉર્જિયાના હાઉસ ડિસ્ટ્રિક્ટ ૯૭ની ચૂંટણી જીતી લીધી છે.
જ્યોત સિંહ
અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવનારા અને કમ્યુનિટી ઑર્ગેનાઇઝર જ્યોત સિંહે અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં જ્યૉર્જિયાની જનરલ ઍસેમ્બલીમાં ચૂંટાઈને પ્રથમ સિખ અમેરિકન અને પ્રથમ ભારતીય અમેરિકન તરીકે ઇતિહાસ રચ્યો હતો. ૨૭ વર્ષના જ્યોત સિંહે જ્યૉર્જિયાના હાઉસ ડિસ્ટ્રિક્ટ ૯૭ની ચૂંટણી જીતી લીધી છે.
વિજય બાદ જ્યોત સિંહે જણાવ્યું હતું કે સમાજના ઉદ્ધાર માટે અત્યાચાર, દમન અને અન્યાય સામે લડવાની સિખ પરંપરા મારા કાર્યમાં માર્ગદર્શક બની રહેશે.
ADVERTISEMENT
જ્યોત સિંહનો ઉછેર એક વર્કિંગ-ક્લાસ પરિવારમાં થયો હતો, જ્યાં તેનાં માતા-પિતા ઘરનું ગુજરાન ચલાવવા માટે લાંબા કલાકો સુધી કામ કરતાં હતાં. આ પરિવાર બેઝમેન્ટ અપાર્ટમેન્ટ્સ અને ટાઉન હાઉસમાં રહેતો હતો. પરિવારને મદદ કરવા જ્યોત સિંહે માત્ર ૧૫ વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સ્કૉલરશિપ સાથે યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ૨૦૨૧માં ગ્લોબલ અફેર્સ (વૈશ્વિક બાબતો) વિષયમાં ડિગ્રી મેળવીને ગ્રૅજ્યુએટ થયો હતો. યેલ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ જ્યોત સિંહે બ્લુ હસ્કી ગ્રુપ નામની કન્સલ્ટિંગ ફર્મની સ્થાપના કરીને પૉલિટિકલ કમ્યુનિકેશન્સ ક્ષેત્રે કામ કર્યું; જેમાં પ્રેસ-સેક્રેટરી અને ચૂંટણીપ્રચાર કર્મચારી તરીકેની ભૂમિકાઓનો સમાવેશ થાય છે.
