આ ટ્રકમાં પ્રવાસ કરનારા બે જણ બચી ગયા હતા અને તેમણે ભારે ગરમીમાં ૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાં સહરાના રણમાં એક ટ્રક બગડી જવાથી લોકોનું એક જૂથ કાળઝાળ ગરમીમાં ફસાઈ ગયું હતું. વ્યાપક પ્રયાસો છતાં વાહનનું સમારકામ થઈ શક્યું નહીં અને મોબાઇલ ફોનનું પણ સિગ્નલ મળતું હોતું. આથી આશરે ૪૯ જણ તરસથી મૃત્યુ પામ્યા હતા. આ બધા લોકો માલીથી મુસ્લિમ તહેવારમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા.
સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ૪૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને તેઓ અસામાકાથી ૮૦ કિલોમીટર દૂર એક વિસ્તારમાં તરસથી મૃત્યુ પામ્યા હતા. અસામાકા નાઇજર અને અલ્જીરિયા વચ્ચેનું ક્રૉસિંગ પૉઇન્ટ છે, પરંતુ એ માલી સરહદની નજીક આવેલું છે.
ADVERTISEMENT
વાહનમાં પાણી ખતમ થઈ ગયું હતું. ડ્રાઇવર, તેના સહાયકો અને મુસાફરોના પ્રયાસો છતાં ટ્રકનું સમારકામ થઈ શક્યું નહીં. પરિણામે બધા મુસાફરો એક અત્યંત જોખમી વિસ્તારમાં ફસાઈ ગયા હતા જ્યાં ભારે ગરમી અને નજીકમાં પાણી કે ખોરાકના અભાવને કારણે બચવું અત્યંત મુશ્કેલ છે. જીવ ગુમાવનારાઓને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવ્યા છે.
બે જણ બચી ગયા
આ ટ્રકમાં પ્રવાસ કરનારા બે જણ બચી ગયા હતા અને તેમણે ભારે ગરમીમાં ૫૦ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. તેઓ પગપાળા પાણી સુધી પહોંચ્યા અને ત્યાંથી અસામાકા જવાનો રસ્તો પકડ્યો હતો. આ લોકોએ જ અધિકારીઓને ટ્રકના ભંગાણ અને ફસાયેલા લોકો વિશે જાણ કરી હતી. આ વિસ્તાર ઇમિગ્રન્ટ્સ માટે ટ્રાન્ઝિટ પૉઇન્ટ તરીકે જાણીતો છે અને અહીં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.
આફ્રિકાથી આવેલા બે જણ ઈબોલા વાઇરસ લાવ્યા છે?
જયપુર અને હૈદરાબાદમાં એક-એક વ્યક્તિ હૉસ્પિટલમાં દાખલ : સૅમ્પલ પુણે મોકલવામાં આવ્યાં
રાજસ્થાનમાં ઈબોલા વાઇરસનો એક શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. યુગાન્ડાથી શારજાહ થઈને શુક્રવારે સવારે જયપુર પહોંચેલી એક વિદેશી મહિલામાં ઈબોલા જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. ઍરપોર્ટ પર નિયમિત સ્ક્રીનિંગ દરમ્યાન આ બાબત સામે આવતાં જ સાવચેતીના તમામ પ્રોટોકૉલ સક્રિય કરી દેવામાં આવ્યા છે. મહિલાને તાત્કાલિક જયપુરની એક હૉસ્પિટલમાં આઇસોલેશનમાં દાખલ કરવામાં આવી છે. જોકે હજી સુધી ઈબોલા વાઇરસની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મહિલાનાં સૅમ્પલ તપાસ માટે પુણેની સ્પેશ્યલાઇઝ્ડ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.હૈદરાબાદ ઍરપોર્ટ પર પણ સુદાનના એક નાગરિકને થર્મલ સ્ક્રીનિંગ દરમ્યાન તાવ જણાતાં તેને સિકંદરાબાદની ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેનાં સૅમ્પલ પણ તપાસ હેઠળ છે. કેન્દ્ર સરકારે નાગરિકોને કૉન્ગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ આપી છે.
