સ્પર્ધકે આરોપ લગાવ્યો છે કે નિર્માતાઓએ સલામતીનાં પૂરતાં પગલાં લીધાં નહોતાં, હું ઇચ્છું છું કે લોકોને ખબર પડે કે તેઓ અમારી સંભાળ રાખતા નથી.
સ્ટેવરોસ ફ્લોરોસ
ગ્રીસના રિયલિટી શો ‘સર્વાઇવર ગ્રીસ’ના બાવીસ વર્ષના સ્પર્ધક સ્ટેવરોસ ફ્લોરોસે પ્રોડક્શન દરમ્યાન બોટ-અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યા બાદ રિયલિટી શોના નિર્માતાઓ પર ૧૦૦ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૯૪૫ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. આ સ્પર્ધકે આરોપ લગાવ્યો છે કે નિર્માતાઓએ સલામતીનાં પૂરતાં પગલાં લીધાં નહોતાં, હું ઇચ્છું છું કે લોકોને ખબર પડે કે તેઓ અમારી સંભાળ રાખતા નથી.
આ સ્પર્ધાના એક ભાગ તરીકે ખોરાક માટે માછલી પકડવા માટે ખુલ્લા પાણીમાં સ્વિમિંગ કરતી વખતે એક પ્રવાસી બોટે તેને ટક્કર મારી હતી. જહાજના પ્રોપેલરથી તેના જમણા પગમાં ગંભીર ઈજા થઈ અને તેનો ડાબો પગ ઘૂંટણની ઉપર સંપૂર્ણપણે કાપી નાખવો પડ્યો. ડોમિનિકન રિપબ્લિકના દરિયાકાંઠે આ ઘટના બની હતી. તેને ઝડપથી ફ્લૉરિડાના માયામીની એક વિશેષ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના પર ૬૧ દિવસમાં ઘણી સર્જરીઓ કરવામાં આવી હતી.
