Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં DJ અને લેઝર લાઇટ વાપરવાના નિયમનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી

મુંબઈમાં DJ અને લેઝર લાઇટ વાપરવાના નિયમનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી

Published : 07 September, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીની ચેતવણી

પોલીસ-કમિશનર દેવેન ભારતી

પોલીસ-કમિશનર દેવેન ભારતી


મુંબઈમાં ડિસ્ક જૉકી (DJ) અને લેઝર લાઇટ જેવાં સાધનોના ઉપયોગ પર મૂકવામાં આવેલી બંધી કાયમ રાખવામાં આવી છે એમ જણાવીને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને સરકારે નક્કી કરેલી નિર્ધારિત નૉઇસ-લિમિટનું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. મુંબઈ પોલીસ સાથે તાજેતરમાં જ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એ પછી DJ અને લેઝર લાઇટ જેવાં સાધનોના ઉપયોગ પર બંધી મૂકવાનો નિર્ણય એકમતે લેવાયો હતો. એની સાથે ગણેશ મંડળોને નૉઇસ-પૉલ્યુશન સહિત અન્ય નિયમોની જાણકારી અપાઈ હતી અને પોલીસને સહકાર આપવાની અરજ કરી હતી. 

આ બેઠકમાં હાજર રહેલા ગણેશ મંડળોના પ્રતિનિધિઓએ ખાતરી આપી હતી કે તેમના દ્વારા DJ અને લેઝર લાઇટ જેવાં સાધનોના ઉપયોગ કરવામાં આવશે નહીં. શાંતિપૂર્વક અને નિયમ અનુસાર તહેવારની ઉજવણીના સંદર્ભે આ નિર્ણય બહુ જ મહત્ત્વનો મનાઈ રહ્યો છે. મુંબઈમાં તહેવારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા પોલીસ-પ્રશાસન અને ગણેશોત્સવ સમિતિનું કો-ઑર્ડિનેશન મહત્ત્વનું ઠર્યું છે. એને કારણે ગણેશોત્સવ વધુ સેફ અને સારી રીતે ઊજવવામાં મદદરૂપ થશે એવી અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. મુંબઈમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે, પણ નૉઇસ-પૉલ્યુશનના અને અન્ય નિયમોનું યોગ્ય રીતે પાલન થાય એ માટે પોલીસ-પ્રશાસન હંમેશાં તત્પર હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK