સરકારો અને જરૂરી સિસ્ટમ પર કન્ટ્રોલ મેળવી લેશે, જેનાથી માનવજાતની આઝાદી અને અસ્તિત્વ બન્ને ખતમ થઈ શકે છે.
જેફ્રી હિન્ટન
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ગૉડફાધર ગણાતા નોબેલ પારિતોષિક વિજેતા બ્રિટિશ-કૅનેડિયન જેફ્રી હિન્ટને AI વિશે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આગામી ૩ વર્ષમાં જ AI માણસોનો ખાતમો બોલાવી શકે છે અને સમગ્ર દુનિયા પર કબજો જમાવી શકે છે. જેફ્રી હિન્ટને પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું અગાઉ કહેતો હતો કે AIને આપણા કરતાં વધુ સ્માર્ટ થવામાં ૧૦ વર્ષ લાગશે, પરંતુ હવે માત્ર દોઢથી ત્રણ વર્ષમાં જ એ આપણા કરતાં વધુ બુદ્ધિશાળી બની જશે, જે ખૂબ ડરામણી બાબત છે.’
AI સુરક્ષા-નિષ્ણાત પૉલ ક્રિસ્ટીઆનોએ પણ હિન્ટનના દાવાને સમર્થન આપતાં કહ્યું છે કે જો AI પોતાની જાતે નિર્ણયો લેવા લાગશે તો એના પરથી માણસોનો કન્ટ્રોલ કાયમ માટે ખતમ થઈ જશે. ભવિષ્યમાં AI પોતાની જાતે જ નવાં હથિયારો અને ડ્રોન બનાવી શકશે. એ રોબોટની મદદથી મહત્ત્વનાં સ્થળો પર કબજો પણ કરી શકશે. જો AI માણસોને પોતાના કામમાં રુકાવટ સમજવા લાગશે તો એ સરકારો અને જરૂરી સિસ્ટમ પર કન્ટ્રોલ મેળવી લેશે, જેનાથી માનવજાતની આઝાદી અને અસ્તિત્વ બન્ને ખતમ થઈ શકે છે.
