તેણે નોકરીમાં જોડાતાં પહેલાં જ હુમલાનું આયોજન કર્યું હતું અને તેલ અવીવ જતી ઍરલાઇન શોધીને flydubaiમાં અરજી કરી હતી.
ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામી
દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટ 1073માં ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ જુલાઈમાં જ પ્લેન હાઇજૅક કરીને ક્રૅશ કરવાનું કાવતરું ઘડ્યું હતું. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે જુલાઈમાં તેલ અવીવની ફ્લાઇટમાં તેની મહિલા મિત્ર ક્રૂ-મેમ્બર તરીકે હાજર હોવાથી તેણે હુમલો ટાળ્યો હતો. તેણે નોકરીમાં જોડાતાં પહેલાં જ હુમલાનું આયોજન કર્યું હતું અને તેલ અવીવ જતી ઍરલાઇન શોધીને flydubaiમાં અરજી કરી હતી.
ગયા બુધવારે ૧૭૦થી વધુ પ્રવાસીઓ સાથેના પ્લેનને તેલ અવીવ પાસેના બેન-ગુરિયન ઍરપોર્ટ પર ક્રૅશ કરવા કો-પાઇલટે ઇમર્જન્સી કુહાડીથી કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. જોકે ઘાયલ કૅપ્ટને કૉકપિટનો દરવાજો ખોલતાં પ્રવાસીઓએ હુમલાખોરને દબોચ્યો હતો અને રિઝર્વ પાઇલટે પ્લેન સાઉદી અરેબિયામાં ઉતાર્યું હતું, જ્યાંથી ગુરુવારે આરોપીને UAEને સોંપાયો હતો.
