Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પહેલી વાર ઑ-વાઇટ થીમ પર થયું યુનિક સફેદ રાસનું આયોજન

મુંબઈમાં પહેલી વાર ઑ-વાઇટ થીમ પર થયું યુનિક સફેદ રાસનું આયોજન

Published : 06 October, 2026 10:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારની રાત્રે મુંબઈમાં સૌપ્રથમ વાર યુનિક ઑલ-વાઇટ થીમ પર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

શનિવારની રાત્રે મુંબઈમાં સૌપ્રથમ વાર યુનિક ઑલ-વાઇટ થીમ પર રાસ-ગરબા

શનિવારની રાત્રે મુંબઈમાં સૌપ્રથમ વાર યુનિક ઑલ-વાઇટ થીમ પર રાસ-ગરબા


શનિવારની રાત્રે મુંબઈમાં સૌપ્રથમ વાર યુનિક ઑલ-વાઇટ થીમ પર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સફેદ ટ્રેડિશનલ ડ્રેસિસમાં સજ્જ ખેલૈયાઓથી સાયનના માનવસેવા સંઘના આખા હૉલનો માહોલ સુંદર અને ભવ્ય લાગતો હતો. બધા જ ખેલૈયાઓ વાઇટ આઉટફિટ્સમાં હોવાથી શરદ પૂનમની ચાંદનીમાં રાસ રમાતા હોય એવું નયનરમ્ય વાતાવરણ વાઓ ફ્રીડમ ગ્રુપના આ યુનિક સફેદ રાસમાં ઊભું થયું હતું.

આ આયોજનમાં યંગસ્ટર્સે નાઇટ-ક્લબિંગ, પબ્સ અને લાઉડ DJ પાર્ટીઓના ટ્રેન્ડને છોડીને પોતાની મૂળ પરંપરા, ગરબા અને સંસ્કૃતિને ઉત્સાહપૂર્વક અપનાવી હતી. આ પ્રકારના યુનિક સ્ટાઇલમાં ગરબાના આયોજનને પગલે યુવાનોમાં ટ્રેડિશનલ રાસ અને લોકસંગીત પ્રત્યેનો ક્રેઝ, મૉડર્ન લાઇફસ્ટાઇલ વચ્ચે સંસ્કૃતિ સાથે જોડાવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.



જાણીતા કલાકાર ફોરમ દેઢિયા ગોગરી અને તેમના લાઇવ બૅન્ડ દ્વારા રજૂ કરાયેલાં પરંપરાગત ગરબા, લોકગીતો અને તાલબદ્ધ સંગીતે ખેલૈયાઓને મોડી રાત સુધી ડોલાવ્યા હતા. આયોજક શશિન શાહે કાર્યક્રમની સફળતા બાબતે કહ્યું હતું ‘યુવાધનને અશ્ળીલતા કે ક્લબિંગના મોહમાંથી બહાર લાવીને આપણી અમીર વિરાસત અને ગરબાની ગરિમા તરફ વાળવાનો મૂળ હેતુ સફળ રહ્યો.’


સોશ્યલ મીડિયા પર પણ સફેદ રાસનો ક્રેઝ જોવા મળ્યો હતો. વાઇરલ રીલ્સ અને સફેદ રાસમાં હાજર ખેલૈયાઓની પોસ્ટને લોકોએ ખૂબ લાઇક કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK