વિયેટનામમાં આયાતી જેટ ઈંધણ પર ભારે નિર્ભરતાને કારણે હવાઈભાડાંમાં ૭૦ ટકાનો વધારો થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે ભારતીય ઍરલાઇન્સે લાંબા અંતરના રૂટનાં ભાડાંમાં લગભગ ૧૫ ટકાનો વધારો કરી દીધો છે અને જેટ ઈંધણના ભાવમાં વધારાને કારણે વધુ વધારો કરવાનું વિચારી રહી છે. બીજી તરફ એશિયાની ઍરલાઇન્સો પણ ટિકિટના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે અને વિમાનોને ગ્રાઉન્ડ કરવાની શક્યતા સહિત આકસ્મિક યોજનાઓ તૈયાર કરી રહી છે. વધતા જતા સંઘર્ષને કારણે ૧૯૭૦ના દાયકા પછીનો સૌથી મોટો તેલનો આંચકો લાગવાની ધમકી આપવામાં આવી છે.
વિયેટનામમાં આયાતી જેટ ઈંધણ પર ભારે નિર્ભરતાને કારણે હવાઈભાડાંમાં ૭૦ ટકાનો વધારો થઈ શકે છે. ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે એશિયામાં ઍરલાઇન્સોની પરિસ્થિતિ સંવેદનશીલ છે કારણ કે ઘણી ઍરલાઇન્સ પાસે યુરોપ અથવા અમેરિકાના તેમના સમકક્ષો કરતાં નબળા ઈંધણ હેજિંગ પ્રોગ્રામ છે.
