અગાઉના અહેવાલોમાં તેમના નિવાસસ્થાન પરના હુમલા દરમ્યાન પરિવારના અનેક સભ્યોની જાનહાનિનો સંકેત આપવામાં આવ્યો હતો
ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની અને તેમની પત્ની
ઈરાની મીડિયાએ એવી અફવાઓને ફગાવી દીધી છે કે ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની પત્ની તાજેતરના અમેરિકી-ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુ પામી હતી અને પુષ્ટિ આપી છે કે ખામેનેઈની પત્ની મન્સૌરેહ ખોજસ્તેહ બાગરઝાદેહ જીવિત છે. અગાઉના અહેવાલોમાં તેમના નિવાસસ્થાન પરના હુમલા દરમ્યાન પરિવારના અનેક સભ્યોની જાનહાનિનો સંકેત આપવામાં આવ્યો હતો. આ સ્પષ્ટતા સતત સંઘર્ષ અને વધતા લશ્કરી તનાવનાં વ્યાપક પ્રાદેશિક પરિણામો વચ્ચે આવી છે.
ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC) સંલગ્ન ફાર્સ ન્યુઝ એજન્સી દ્વારા સ્પષ્ટતા જાહેર કરતાં જણાવવામાં આવ્યું હતું કે ‘બાગરઝાદેહના મૃત્યુના પ્રારંભિક અહેવાલો ખોટા હતા. અમે જણાવીએ છીએ કે સુપ્રીમ લીડરનાં જીવનસાથી શહીદ થયાં હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તેઓ જીવંત છે. આ બાબતે પ્રારંભિક અહેવાલો ભૂલભરેલા હતા. ૨૮ ફેબ્રુઆરીએ થયેલા હવાઈ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.’
