Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > VIP નેતાઓને મારવાની અન્ડરવર્લ્ડે VSRને સુપારી આપી હોવાનો અમોલ મિટકરીનો દાવો

VIP નેતાઓને મારવાની અન્ડરવર્લ્ડે VSRને સુપારી આપી હોવાનો અમોલ મિટકરીનો દાવો

Published : 14 March, 2026 01:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમોલ મિટકરીએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત બધા જ પ્રધાનોને વિનંતી કરીને કહ્યું

અમોલ મિટકરી

અમોલ મિટકરી


અજિત પવારનું જે કંપનીના વિમાનના અકસ્માતમાં ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં મોત થયું હતું એ દિલ્હીની કંપની VSR એવિયેશનના માલિકને અન્ડરવર્લ્ડે VIP નેતાઓને મારવાની સુપારી આપી છે એવો દાવો NCP (SP)ના વિધાનપરિષદના સભ્ય અમોલ મિટકરીએ ગઈ કાલે કર્યો હતો.  

આમ કહી અમોલ મિટકરીએ ત્યાર બાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત બધા જ પ્રધાનોને વિનંતી કરીને કહ્યું હતું કે એક વાર બાય રોડ પ્રવાસ કરો કે પછી ટ્રેનમાં પ્રવાસ કરો પણ VSR કંપનીના વિમાનમાં પ્રવાસ ન કરો. એ સિવાય અજિત પવારના અકસ્માતની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાને અકસ્માતનું સાચું કારણ ખબર પડવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK