Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > છ વર્ષ પછી ગ્વાન્ગઝૂ અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ થશે

છ વર્ષ પછી ગ્વાન્ગઝૂ અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ થશે

Published : 13 September, 2026 10:37 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોવિડ-19 રોગચાળો તેમ જ ડોકલામ અને ગલવાન ખાતેના તનાવને પગલે બન્ને દેશો વચ્ચે હવાઈસેવાઓ સ્થગિત કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રિક્સ શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની મુલાકાત થાય એ પહેલાં ચીને ૬ વર્ષ બાદ દિલ્હી માટેની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં ચાઇના સધર્ન ઍરલાઇન્સે જાહેરાત કરી હતી કે એ ૬ વર્ષના સ્થગિત સમયગાળા બાદ ગ્વાન્ગઝૂ અને નવી xદિલ્હી વચ્ચે ૨૧ સપ્ટેમ્બરથી નિયમિત પૅસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. ફ્લાઇટ-સેવાઓને કારણે સાઉથ એશિયામાં ચાઇના સધર્ન ઍરલાઇન્સની વિસ્તરતી કામગીરીને વેગ મળશે. આ ક્ષેત્રમાં ૮ રાઉન્ડ-ટ્રિપ રૂટ પર સાપ્તાહિક ૧૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.

કોવિડ-19 રોગચાળો તેમ જ ડોકલામ અને ગલવાન ખાતેના તનાવને પગલે બન્ને દેશો વચ્ચે હવાઈસેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે આ સેવાઓ ધીમે-ધીમે ફરી શરૂ થઈ છે. ઍર ઇન્ડિયાએ ૨૦૨૬ના ફેબ્રુઆરીમાં નવી દિલ્હીથી ચીનની સેવાઓ ફરી શરૂ કરી હતી. ત્યાર બાદ ચાઇના ઈસ્ટર્ન ઍરલાઇન્સે ૧૮ એપ્રિલે કુનમિંગ-કલકત્તા રૂટ પર સેવાઓ પુનઃ સ્થાપિત કરી હતી. ત્યાર બાદ ઍર ચાઇનાએ એપ્રિલમાં બીજિંગ-દિલ્હી સેવા ફરી શરૂ કરી હતી. આ જ સમયગાળા દરમ્યાન ઇન્ડિગોએ ૩૦ માર્ચથી કલકત્તા અને શાંઘાઈ વચ્ચે દૈનિક નૉન-સ્ટૉપ ફ્લાઇટ્સ શરૂ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 10:37 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK