ચીની દૂતાવાસે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ઍર ચાઇના બીજિંગ અને દિલ્હી વચ્ચે ફરી સીધી ફ્લાઇટ શરૂ કરશે
પ્રતીકાત્મક તસવીર
ચીની દૂતાવાસે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ઍર ચાઇના બીજિંગ અને દિલ્હી વચ્ચે ફરી સીધી ફ્લાઇટ શરૂ કરશે. આના કારણે પ્રવાસીઓને બે રાજધાની વચ્ચે સીધી કનેક્ટિવિટી મળશે અને અન્ય ઍરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિના પ્રવાસીઓ યાત્રા કરી શકશે.
૨૦૨૦માં કોવિડ-19 રોગચાળા અને સરહદ પર ટેન્શનને કારણે ચીન સાથેની તમામ સીધી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ છેક ૨૦૨૫માં ઇન્ડિગોએ કલકત્તાથી ગ્વાંગઝોઉ વચ્ચે ફ્લાઇટ શરૂ કરી હતી. ચીનની ઈસ્ટર્ન ઍરલાઇન્સે શાંઘાઈ અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ કર્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઍર ઇન્ડિયાએ દિલ્હીથી શાંઘાઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરી હતી. હવે ઍર ચાઇના દિલ્હી અને બીજિંગ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરશે.
