આરોપ લગાડનાર મહિલાનું થયું હતું શંકાસ્પદ મૃત્યુ : જોકે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જ કહ્યું... આ ફાઇલોમાં જૂઠા અને સનસની ફેલાવવા માટેના દાવા પણ હોઈ શકે છે
આરોપ લગાડનાર મહિલાનું થયું હતું શંકાસ્પદ મૃત્યુ થયું છે
અમેરિકામાં એપ્સ્ટાઇન ફાઇલ્સમાં મંગળવારે રાતે આ સ્કૅન્ડલ સાથે સંકળાયેલા ૩૦,૦૦૦થી વધુ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હતા. એમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ દાવો કરવામાં એક મહિલા પણ સામેલ છે. તેણે દાવો કર્યો હતો કે ટ્રમ્પ અને એપ્સ્ટાઇન બન્નેએ તેની સાથે ખોટું કામ કર્યું હતું. એ ઉપરાંત એક ડ્રાઇવરનું નિવેદન પણ એ દસ્તાવેજોમાં છે જેમાં કહ્યું છે કે તેણે ટ્રમ્પ અને એસ્પ્સટાઇનને એક છોકરી સાથે દુર્વ્યવહાર કર્યાની વાત કરતાં સાંભળ્યું હતું. જોકે ફાઇલોમાં એ નથી જણાવાયું કે ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ આ મામલે સંજ્ઞાન લઈને તપાસ કરી હતી કે નહીં. દસ્તાવેજોમાં એવું પણ બતાવાયું છે કે આરોપ લગાડનારી મહિલાનું સંદિગ્ધ હાલતમાં ગોળી લાગવાથી મૃત્યુ થયું હતું.
સેંકડો વાર ટ્રમ્પનો ઉલ્લેખ
એપ્સ્ટાઇન ફાઇલોમાં અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો સેંકડો વાર ઉલ્લેખ છે. જોકે ન્યાય વિભાગે જોર દઈને કહ્યું હતું કે ‘આ દસ્તાવેજોમાં ક્યાંય એ નથી લખ્યું કે ટ્રમ્પ કોઈ અપરાધના આરોપી હોય કે તેમની વિરુદ્ધ કોઈ સત્તાવાર તપાસ ચાલી હોય એવું પણ નથી. ટ્રમ્પ અને એપ્સ્ટાઇનની ઓળખ જરૂર હતી અને તેઓ મળતા પણ હતા, પરંતુ એનો મતલબ એ નથી કે ટ્રમ્પ કોઈ અપરાધમાં સામેલ નથી. આરોપ જૂના અને સનસની ફેલાવવા માટે છે. ખરેખર આ દાવાઓમાં થોડીક પણ સચ્ચાઈ હોત તો ૨૦૨૦ની ચૂંટણીમાં એનો ઉપયોગ ટ્રમ્પની વિરુદ્ધમાં થયો હોત.’


