અમેરિકાની રાજધાનીને ફેડરલ ગવર્નમેન્ટ હેઠળ લેવાના નિર્ણયને યોગ્ય ગણાવતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન DCમાં અનેક હિંસક દેશોની રાજધાની કરતાં પણ વધારે હત્યાઓ થાય છે. તેમણે સોશ્યલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં આ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ કારણે જ હવે અમેરિકાની રાજધાનીને ફરી ત્યાંની ફેડરલ ગવર્નમેન્ટના કન્ટ્રોલમાં લેવામાં આવી છે. વૉશિંગ્ટન DC સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ક્રાઇમરેટ ધરાવતાં શહેરોમાંનું એક છે. અહીં હત્યાઓનો દર તો મેક્સિકો, બોગોટા, ઇસ્લામાબાદ, ઇથોપિયાના શહેર ઍડિસ અબાબા કરતાં પણ વધારે છે. ઇરાકના અલ-ફાલુજા શહેર કરતાં તો વૉશિંગ્ટન DCનો ક્રાઇમરેટ દસગણો હોવાનો દાવો કરીને ટ્રમ્પે કહ્યું હતું કે વૉશિંગ્ટન DC રાજ્ય હોત તો અમેરિકાના કોઈ પણ રાજ્ય કરતાં અહીં ક્રાઇમરેટ સૌથી વધુ હોત.

