અમેરિકન સોલર કંપનીઓના કહેવાથી અમેરિકાના કૉમર્સ વિભાગે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી આયાત થતા સોલર સેલ્સ અને પૅનલ્સ પર સબસિડીવિરોધી કાઉન્ટરવેલિંગ ડ્યુટી લગાવી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના કૉમર્સ વિભાગે સાઉથ એશિયન દેશોમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પૅનલ્સ પર સબસિડીવિરોધી કાઉન્ટરવેલિંગ ડ્યુટી જાહેર કરી હોવાથી ભારત માટે આ ટૅરિફ આંચકાસમાન છે. આ જ જાહેરાતમાં આવી ડ્યુટી ઇન્ડોનેશિયા અને લાઓસ પર પણ લગાવવામાં આવી છે. ભારત પર ૧૨૫.૮૭ ટકા, જ્યારે ઇન્ડોનેશિયા અને લાઓસ અનુક્રમે ૧૦૪.૩૮ ટકા અને ૮૦.૬૭ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે.
અમેરિકાનો સરકારી વેપારડેટા દર્શાવે છે કે ૨૦૨૫માં અમેરિકાએ કુલ આયાતનો લગભગ બે-તૃતીયાંશ હિસ્સો એટલે કે ૪.૫ અબજ ડૉલરની આયાત આ ૩ દેશોમાંથી કરી હતી. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસે સૌર-ઉત્પાદનને અન્યાયી રીતે સબસિડી આપી હતી.
ADVERTISEMENT
અમેરિકાના કૉમર્સ વિભાગે જાહેર કર્યું છે કે ૨૦૨૪માં ભારતમાંથી સૌર આયાત ૭૯૨.૬ મિલ્યન ડૉલરની હતી, જે ૨૦૨૨ના આંકડા કરતાં નવગણી વધારે હતી. અમેરિકામાં સોલર પૅનલ બનાવતી કંપનીઓએ કરેલી ફરિયાદના આધારે આ ડ્યુટી લગાવવામાં આવી છે.
