Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ હજારની નવી લાંચ લેવા ગયા એમાં ૪ કરોડ રૂપિયા રોકડા પકડાયા

૩૦ હજારની નવી લાંચ લેવા ગયા એમાં ૪ કરોડ રૂપિયા રોકડા પકડાયા

Published : 26 February, 2026 07:37 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશામાં ભ્રષ્ટ માઇનિંગ અધિકારીના ઘરેથી દરોડામાં ૧૩૦ ગ્રામ સોનું પણ મળ્યું

માઇનિંગ ઑફિસરના ઘરેથી પકાડાયેલી રોકડ ગણતા વિજિલન્સ અધિકારીઓ.

માઇનિંગ ઑફિસરના ઘરેથી પકાડાયેલી રોકડ ગણતા વિજિલન્સ અધિકારીઓ.


ઓડિશા વિજિલન્સ વિભાગે કટક સર્કલના માઇન્સ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર દેવબ્રત મોહંતી સાથે સંકળાયેલાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ટ્રોલી બૅગ અને કબાટમાં છુપાવેલી ૪ કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી હતી. તેમની ઑફિસના ડ્રૉઅરમાંથી ૧.૨૦ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી અન્ય સંપત્તિઓમાં ભુવનેશ્વરના પહાલા ખાતે આશરે ૨૪૦૦ ચોરસ ફીટનું બે માળનું ભવ્ય બિલ્ડિંગ અને ૧૩૦ ગ્રામ વજનના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. અધિકારીઓ કહે છે કે રોકડની આ રિકવરી ઓડિશા વિજિલન્સના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છે. 

કોલસા ડેપોને સુચારુ રીતે ચલાવવા અને કોલસાના પરિવહનની પરવાનગી આપવાના બદલામાં લાઇસન્સ પ્રાપ્ત કોલસા વિક્રેતા પાસેથી મોહંતીએ ૩૦ હજાર રૂપિયાની લાંચ માગી હતી, જે લેતાં વિજિલન્સ અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભુવનેશ્વરમાં તેમના ફ્લૅટ, ભદ્રક જિલ્લાના માથાસાહીમાં તેમના પૈતૃક ઘર અને કટકમાં તેમની ઑફિસ ચેમ્બરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.



૮ હજાર રૂપિયાના પગારથી શરૂઆત


૫૮ વર્ષના મોહંતીએ ૨૦૦૪માં બાલનગીરમાં જુનિયર માઇનિંગ ઑફિસર તરીકે ૮૦૦૦ રૂપિયાના સામાન્ય માસિક પગાર સાથે સરકારી સેવામાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેમણે બારીપાડા, બહેરામપુર, કટક અને ભુવનેશ્વરમાં રાજ્ય મુખ્યાલયમાં ૨૦૧૮ સુધી એ જ પદ પર સેવા આપી હતી. મોહંતીને માર્ચ ૨૦૧૮માં અસિસ્ટન્ટ માઇનિંગ ઑફિસર (મુખ્ય સર્વેયર) તરીકે બઢતી આપવામાં આવી હતી અને તેમને સંબલપુરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ તાજેતરમાં કટક સર્કલમાં જોડાયા હતા જેનું કાર્યક્ષેત્ર કટક અને કેન્દ્રપાડા જિલ્લાઓ પર આધારિત છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 07:37 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK