આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનસભામાં કહ્યું કે મહારાષ્ટ્રમાં સેક્સ-રેશિયોમાં સુધારો થયો હોવા છતાં જાગૃતિ લાવવાની જરૂર
પ્રકાશ આબિટકર
રાજ્યના આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર સ્ત્રીભ્રૂણ હત્યાને રોકવાના હેતુથી પ્રી-કન્સેપ્શન ઍન્ડ પ્રી-નેટલ ડાયગ્નૉસ્ટિક ટેક્નિક (PCPNDT) કાયદાને મજબૂત બનાવવા માટે પગલાં લેવામાં આવશે, જેથી પુરુષ-સ્ત્રી સેક્સરેશિયોમાં સુધારો થઈ શકે.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે સેક્સ-રેશિયોના તફાવત પર ધ્યાન દોરવાની અપીલ કરી હતી. એના જવાબમાં આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે ‘રાજ્યમાં સેક્સ-રેશિયો ૨૦૨૩માં પ્રતિ ૧૦૦૦ પુરુષોએ ૯૦૭ સ્ત્રીઓથી સુધરીને ૨૦૨૪માં ૯૧૨ થયો છે અને હવે ૯૧૩ છે. તેમણે કહ્યું હતું કે ‘PCPNDT ઍક્ટ અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ૯૦ સ્ટિંગ ઑપરેશન દ્વારા ૬૨૭ કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૨૯ ડૉક્ટરોનાં રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યાં છે.’ જોકે આ માટેનો સમયગાળો આરોગ્યપ્રધાને જણાવ્યો નહોતો.
