સોશ્યલ મીડિયા પર બચાવનો વાઇરલ વિડિયો જોઈને પ્રેસિડન્ટે સપરિવાર આમંત્રણ આપ્યું
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં એક અત્યંત મહત્ત્વનો કાર્યક્રમ યોજ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં એક અત્યંત મહત્ત્વનો કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે ૧૬ વર્ષના બહાદુર લાઇફગાર્ડ રાયડર વિલિયમ્સ અને ભારતીય મૂળના ૧૦ વર્ષના બાળક નૅથનીએલ રાયના પરિવાર સાથે ખાસ મુલાકાત કરી હતી.
ગત ૨૫ જુલાઈએ કૅલિફૉર્નિયાના સૅન્ટાક્રુઝમાં આવેલા સીબ્રાઇટ બીચ પર નૅથનીએલ અચાનક દરિયાનાં પ્રચંડ મોજાંમાં તણાઈ રહ્યો હતો ત્યારે રાયડરે પોતાની તાલીમનો સચોટ ઉપયોગ કરીને જીવના જોખમે આ બાળકની દિલધડક બચાવ-કામગીરી પાર પાડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.
ADVERTISEMENT
એ વખતે ડોનલ્ડ ટ્રમ્પે રાયડરને અસલી હીરો ગણાવીને તેનાં ભારે વખાણ કર્યાં હતાં અને સાથે જ બાળકના પિતા સુમિત રાયે પણ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ખાસ મુલાકાતમાં રાયડરનાં મમ્મી-પપ્પા અને તેને મદદ કરનાર અન્ય એક લાઇફગાર્ડ પણ હાજર રહ્યાં હતાં.
