આ ફેસલેસ પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખ અને X પર ૧૯,૦૦૦ ફૉલોઅર્સનો આંકડો વટાવી દીધો છે
દિમાગી નક્સલ જનતા પાર્ટી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના ભાષણમાં ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉપયોગ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર દિમાગી નક્સલ જનતા પાર્ટી નામનું અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આમ ‘કૉક્રૉચ જનતા પાર્ટી’ (CJP) પછી હવે આ પાર્ટીના રાતોરાત લાખો ફૉલોઅર્સ વધી ગયા છે.
આ ફેસલેસ પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખ અને X પર ૧૯,૦૦૦ ફૉલોઅર્સનો આંકડો વટાવી દીધો છે. એના અનામી સ્થાપકની ઓળખ ફક્ત ‘દિમાગી ઇન્ડિયન’ તરીકે થાય છે અને આ ટીમનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર ૧૦ લાખ ફૉલોઅર્સ સુધી પહોંચ્યા પછી ટીમને જાહેર કરાશે.
