૬૦ દિવસના યુદ્ધવિરામનો હમાસ દ્વારા હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી, તેઓ ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે તમામ પક્ષો સાથે કામ કરશે.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયલ ગાઝામાં ૬૦ દિવસના યુદ્ધવિરામને અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી શરતો પર સંમત થયું છે.
આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે તેમના પ્રતિનિધિઓએ મંગળવારે ઇઝરાયલના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ૬૦ દિવસના યુદ્ધવિરામનો હમાસ દ્વારા હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી, તેઓ ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે તમામ પક્ષો સાથે કામ કરશે. કતર અને ઇજિપ્તે શાંતિ લાવવામાં મદદ કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે હમાસ મિડલ-ઈસ્ટના ભલા માટે આ સોદો સ્વીકારશે. તેમણે પૅલેસ્ટીન જૂથને ચેતવણી આપી હતી કે પરિસ્થિતિ સુધરશે નહીં તો એ ફક્ત વધુ ખરાબ થશે.
ટ્રમ્પની આ જાહેરાત ૭ જુલાઈએ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની અમેરિકાની મુલાકાતના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમય પહેલાં આવી છે.

