પુતિન સાથેની મીટિંગ પહેલાં અમેરિકાની રશિયા-ભારતને ચેતવણી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ
આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની મીટિંગ યોજાઈ રહી છે. આ મીટિંગ પર આખા વિશ્વની નજર છે, કારણ કે સાડાત્રણ વર્ષથી ચાલતું રશિયા-યુક્રેન યુદ્ધ અટકશે કે નહીં એ આ મીટિંગ પર નિર્ભર છે. આ મીટિંગમાં અમેરિકા અને રશિયા વચ્ચે સમાધાન થાય તો યુદ્ધવિરામ થશે, પણ જો સમાધાન નહીં થાય તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે એમ છે.
ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે પણ એવી જાહેરાત કરી હતી કે જો રશિયા શાંતિકરાર માટે સહમત નહીં થાય તો એણે ‘ગંભીર પરિણામો’ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
ADVERTISEMENT
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બિસન્ટે પણ ગઈ કાલે ભારતને ચેતવણી આપી હતી. ભારત પર ટૅરિફદર હજી વધી શકે છે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે ‘અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચેની મીટિંગ પર બધું નિર્ભર છે. રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમે ભારત પર વધારાની ટૅરિફ લગાવી છે અને જો મીટિંગનું સારું પરિણામ ન આવ્યું તો ભારત પર નાખેલી ટૅરિફનો દર વધી પણ શકે છે.’

