Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુબઈની સેવન સ્ટાર હોટેલ બુર્જ અલ અરબ ૧૮ મહિના માટે બંધ રહેશે

દુબઈની સેવન સ્ટાર હોટેલ બુર્જ અલ અરબ ૧૮ મહિના માટે બંધ રહેશે

Published : 16 April, 2026 08:32 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુદ્ધની શરૂઆતમાં ઈરાની ડ્રોન અથડાયું હોવાથી નુકસાન થયું હતું

હોટેલ બુર્જ અલ અરબ અને એને ઈરાની ડ્રોનથી થયેલું નુકસાન.

હોટેલ બુર્જ અલ અરબ અને એને ઈરાની ડ્રોનથી થયેલું નુકસાન.


વિશ્વની સૌથી વૈભવી હોટેલોમાંની એક જુમેરા બુર્જ અલ અરબ પર મિડલ ઈસ્ટ યુદ્ધની શરૂઆતમાં ઈરાની ડ્રોન અથડાયું હતું અને એના પગલે થયેલા નુકસાનને કારણે આ હોટેલને ૧૮ મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટેલને તો એટલું બધું નુકસાન નથી થયું પણ રીસ્ટોરેશન કામ માટે હોટેલ બંધ કરવામાં આવશે. ૨૬ વર્ષમાં પહેલી વાર આ હોટેલ બંધ થશે. રીસ્ટોરેશન કામ માટે આ હોટેલ ૨૦૨૭ સુધી બંધ રહેશે. બુર્જ અલ અરબ વિશ્વની એકમાત્ર સેવન સ્ટાર હોટેલ તરીકે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. કૃત્રિમ ટાપુ પર બનેલી સેવન સ્ટાર હોટેલ એના સઢ જેવા આકાર સાથે માત્ર અદ્યતન સ્થાપત્યનું એક અનોખું ઉદાહરણ નથી પણ ભવ્યતાનું વૈશ્વિક પ્રતીક પણ છે


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 08:32 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK