Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોજો ક્યાંક લપસી ન પડો

જોજો ક્યાંક લપસી ન પડો

Published : 18 April, 2026 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંજુરમાર્ગ અને ઘાટકોપર વચ્ચે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર તેલ ઢોળાઈ જવાથી વાહનો લપસી ગયા

થોડી વાર માટે ટ્રાફિક જૅમની પરિસ્થિતિ જોવા મળી હતી

થોડી વાર માટે ટ્રાફિક જૅમની પરિસ્થિતિ જોવા મળી હતી


કાંજુરમાર્ગ અને ઘાટકોપર વચ્ચે ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર ગઈ કાલે સાયન તરફ જતી લેનમાં એક વાહનમાંથી રોડ પર ઑઇલ ઢોળાયું હતું જેને કારણે એની પાછળથી આવી રહેલાં કેટલાંક ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર સ્કિડ થયાં હતાં. જોકે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઘટના બાદ કેટલાક વાહનચાલકોએ સ્થાનિક લોકોની મદદ લઈ ત્યાં સાઇડમાં પથ્થર ગોઠવીને એટલો ભાગ કૉર્ડન કરી લીધો હતો જેથી મોટરિસ્ટો ત્યાં ડ્રાઇવ ન કરે. ત્યાર બાદ ફાયર-બ્રિગેડ અને પોલીસને એ વિશે જાણ કરવામાં આવી હતી જેમણે આવીને એ ઑઇલ પર માટી નાખીને રસ્તો ફરી એક વાર ખુલ્લો કર્યો હતો. જોકે એ દરમ્યાન ત્યાં વાહનો ધીમેથી પસાર થતાં હોવાને કારણે થોડી વાર માટે ટ્રાફિક જૅમની પરિસ્થિતિ જોવા મળી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK