Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુબઈમાં ક્રેડિટ કાર્ડથી ઘર ખરીદનારા લોકોને EDએ નોટિસ ફટકારી

દુબઈમાં ક્રેડિટ કાર્ડથી ઘર ખરીદનારા લોકોને EDએ નોટિસ ફટકારી

Published : 25 March, 2026 10:19 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં ક્રેડિટ કાર્ડથી પ્રૉપર્ટી ખરીદનારા કેટલાક ભારતીયોની તપાસ કરવામાં આવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુબઈમાં ક્રેડિટ કાર્ડથી પ્રૉપર્ટી ખરીદનારા કેટલાક ભારતીયોની તપાસ કરવામાં આવી રહી છે. આર્થિક ગુનાઓની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમણે દુબઈમાં ઘર ખરીદવા માટે ઇન્ટરનૅશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમને દુબઈમાં પ્રૉપર્ટી ખરીદવા માટે નાણાં ક્યાંથી આવ્યાં અને કેવી રીતે ચુકવણી કરી એની જાણકારી આપવા કહેવામાં આવ્યું હતું. ઘણી વ્યક્તિઓ દુબઈ ગઈ હતી અને તેમનાં કાર્ડ સ્વાઇપ કર્યાં હતાં અથવા ઑનલાઇન પેમેન્ટ લિન્ક્સ દ્વારા ચુકવણી કરી હતી.



વાસ્તવિક સમસ્યા ચુકવણીની પદ્ધતિમાં રહેલી છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીને લોન ગણવામાં આવે છે. ભારતીય નિયમો અનુસાર વિદેશમાં પ્રૉપર્ટી ખરીદવા માટે પૈસા ઉધાર લઈને મોકલવાની મંજૂરી નથી. આનો અર્થ એ છે કે પૈસા તમારી પોતાની કમાણીમાંથી હોવા જોઈએ, ઉધાર લીધેલા નહીં.      


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 10:19 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK