મસ્કનું આ પગલું બેઉ નેતાઓ વચ્ચે તાણ ઓછી કરવાનો સંકેત આપી શકે છે. ટેસ્લાના શૅરના ભાવમાં મંગળવારે ઘટાડો થયો હતો, પરંતુ બુધવારે સુધારાના સંકેતો દર્શાવ્યા હતા.
ઈલૉન મસ્ક
ઇઝરાયલ-ગાઝા યુદ્ધવિરામના સમાચાર પછી ઘણા ગંભીર સંઘર્ષો ઉકેલવા બદલ અમેરિકાના અબજોપતિ અને ટેસ્લાના માલિક ઈલૉન મસ્કે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી હતી. ટ્રમ્પના નિવેદનને ફરીથી પોસ્ટ કરીને તેમણે તેમને જાહેરમાં શ્રેય આપ્યું હતું. મસ્કનું આ પગલું બેઉ નેતાઓ વચ્ચે તાણ ઓછી કરવાનો સંકેત આપી શકે છે. ટેસ્લાના શૅરના ભાવમાં મંગળવારે ઘટાડો થયો હતો, પરંતુ બુધવારે સુધારાના સંકેતો દર્શાવ્યા હતા.
ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલ અને ઇસ્લામિક આતંકવાદી જૂથ હમાસ વચ્ચે સંભવિત યુદ્ધવિરામ વિશે પોસ્ટ કરી હતી. મસ્કે ટ્રમ્પની ટ્રુથ સોશ્યલ પોસ્ટને તેમના ઍક્સ અકાઉન્ટ પર ફરીથી પોસ્ટ કરી હતી અને ટ્રમ્પને ટૅગ કરતાં મસ્કે લખ્યું હતું કે જ્યાં ક્રેડિટ હોવી જોઈએ ત્યાં ક્રેડિટ આપો.
ADVERTISEMENT
ટ્રમ્પ માટે મસ્કની પ્રશંસાત્મક પોસ્ટ આ મૈત્રીપૂર્ણ જોડી વચ્ચેના ઠંડા સંબંધોમાં સુધારો લાવી શકે છે.

