મસ્કનું ૨૦૧૮નું સૅલરી પૅકેજ ૫૬ અબજ ડૉલરનું હતું. ડેલવેર કોર્ટે એને શુક્રવારે મંજૂર કર્યું હતું
ઈલૉન મસ્ક
દુનિયાની નંબર વન અમીર વ્યક્તિ રહેલા ટેસ્લાના ઈલૉન મસ્ક પર નાણાંનો એટલો વરસાદ થયો છે કે તેમની નેટવર્થ હવે ૭૦૦ અબજ ડૉલરને પાર કરી ગઈ છે. આટલી નેટવર્થને પાર કરનારા તેઓ દુનિયાના પ્રથમ માણસ બન્યા છે. અમેરિકામાં ડેલવેરની સુપ્રીમ કોર્ટે ટેસ્લાના શૅરની બાબતે મસ્કની તરફેણમાં ચુકાદો આપ્યો એના કારણે તેમની સંપત્તિમાં એકાએક વધારો થયો છે. ફૉર્બ્સ બિલ્યનેર્સ ઇન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ૭૪૯ અબજ ડૉલરની પાર નીકળી ગઈ છે.
મસ્કનું ૨૦૧૮નું સૅલરી પૅકેજ ૫૬ અબજ ડૉલરનું હતું. ડેલવેર કોર્ટે એને શુક્રવારે મંજૂર કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે પૅકેજ રદ કરવાનો ૨૦૨૪નો ચુકાદો મસ્ક માટે અન્યાયપૂર્ણ હતો. ૨૦૧૮ના ૫૬ અબજ ડૉલરના આ સ્ટૉક ઑપ્શન્સનું મૂલ્ય હવે ૧૩૯ અબજ ડૉલર છે
ADVERTISEMENT
ફૉર્બ્સની યાદી મુજબ મસ્કની સંપત્તિ હવે તેમના નજીકના હરીફ ગૂગલના સહ-સ્થાપક લૅરી પેજ કરતાં લગભગ ૫૦૦ અબજ ડૉલરથી વધુ છે. રસપ્રદ વાત એ છે કે અમીરોની યાદીમાં બીજા-ત્રીજા-ચોથા નંબરે છે જે લોકો તેમની કમ્બાઇન્ડ નેટવર્થ પણ મસ્ક જેટલી નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં મસ્કની સંપત્તિ પહેલી વાર ૬૦૦ અબજ ડૉલરને વટાવી ગઈ હતી. વળી મસ્કની અવકાશ કંપની સ્પેસએક્સનો પબ્લિક ઇશ્યુ આવવાનો છે જે તેમની સંપત્તિમાં હજી વધારો કરી શકે છે.


