આ ચર્ચામાં ગાઝાયુદ્ધનાં ઉદાહરણ આપીને જાવેદ અખ્તરે ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવ્યા
જાવેદ અખ્તર
શનિવારે નવી દિલ્હીના કૉન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ‘ડઝ ગૉડ એક્ઝિસ્ટ?’ વિષય પર નાસ્તિક હોવાની છાપ ધરાવતા મશહૂર ગીતકાર અને લેખક જાવેદ અખ્તર અને ઇસ્લામી વિદ્વાન મુફ્તી શમાઇલ નદવી વચ્ચે બે કલાકની તીવ્ર ચર્ચા થઈ. આ ચર્ચામાં વિશ્વાસ, આસ્થા, તર્ક, નૈતિકતા, બુરાઈ અને માનવપીડા જેવા મુદ્દાઓ પર વાત થઈ જે હવે સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે.
આ ચર્ચામાં ગાઝાયુદ્ધનાં ઉદાહરણ આપીને જાવેદ અખ્તરે ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે જો ખુદા સર્વશક્તિમાન અને કરુણામય છે તો તે ત્યાંની તબાહી અને બાળકોનાં મૃત્યુને કેમ અવગણે છે. તેમણે કહ્યું કે ‘જો તમે સર્વશક્તિમાન છો અને દરેક જગ્યાએ હાજર છો તો પછી ગાઝામાં પણ હાજર હશો. ત્યાં બાળકોનાં અરેરાટીભર્યાં મૃત્યુ તમે પણ જોયાં હશે અને તો પણ તમે ચાહો છો કો હું તમારા પર વિશ્વાસ કરું?’ એ પછી તેમણે કહ્યું, ઇસસે અચ્છે તો હમારે પ્રાઇમ મિનિસ્ટર હૈં, કુછ તો ખયાલ કરતે હૈં.’


